Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

કચ્છ-૨૪, ભાવનગર-૧૫, મોરબી, વાંકાનેર હળવદ વિસ્તારમાં કોરોનાના ૨૦ કેસ

રાજકોટ, તા.૧૩: કચ્છ-સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ યથાવત રહ્યા છે જો કે મૃત્યુઆંક નહિંવત રહેવા પામ્યો છે. બીજી તરફ દર્દીઓ સાજા થવાની સંખ્યા પણ વધી રહી છે જે અહેવાલો અહીં રજૂ છેઃ

ભૂજઃ કચ્છમાં કોરોનાના વધતા જતાં ભરડા વચ્ચે ૨૪ નવા કેસ સાથે કુલ દર્દીઓનો આંકડો વધીને ૨૪૨૫ ઉપર પહોંચ્યો છે. જયાારે એકિટવ કેસ ૩૧૯ છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા ૧૯૮૯ થઇ છે. સરકારી ચોપડે મૃત્યુઆંક ૬૯ છે પણ બિનસતાવાર મૃત્યુઆંક ૧૧૭ હોવાની આશંકા છે.

ભાવનગરમાં ૩૮ દર્દીઓ કોરોનામુકત

ભાવનગરઃ જિલ્લામાવધુ ૧૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૪૯૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૮ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૦ કેસો નોંધાયા છે. જયારે સિહોર તાલુકાના રાજપરા(ખો) ગામ ખાતે ૧, તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૨ તેમજ ઉમરાળા તાલુકાના રંદ્યોળા ગામ ખાતે ખાતે ૧ કેસ મળી કુલ ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકા વિસ્તારના ૧૮ અને તાલુકાઓના ૨૦ એમ કુલ ૩૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૪૯૯ કેસ પૈકી હાલ ૧૭૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૨૫૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

મોરબી, વાંકાનેર અને હળવદમાં ૧૯ દર્દીઓ ડીસ્ચાર્જ

મોરબીઃ જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. જેમાં આજે મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં કોરોનાના ૨૦ કેસો નોંધાયા છે તો વધુ ૧૯ દર્દીઓ સ્વસ્થ થયા છે.

મોરબી જીલ્લાના નવા કેસોમાં મોરબી તાલુકામાં ૧૮ કેસો જેમાં ૧૦ ગ્રામ્ય અને ૦૮ શહેરી વિસ્તારમાં જયારે વાંકાનેર અને હળવદમાં ૦૧-૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૨૦ કેસો નોંધાય છે તો વધુ ૧૯ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચૂકયા છે નવા કેસો સાથે કુલ કેસનો આંક ૧૯૩૧ થયો છે જેમાં ૧૭૫ એકટીવ કેસ છે જયારે ૧૬૪૬ દર્દીઓ સ્વસ્થ થઇ ચૂકયા છે.

(11:05 am IST)