Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ઇન્ડિયન લાયોનેસ કલબની બહેનોએ નિરાધાર વૃધ્ધો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી.

મોરબી : ભાઈ-બહેનના અતુટ બંધન સમાન રક્ષાબંધન પર્વની મોરબીમાં ઇન્ડીયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી ક્લબની બહેનોએ નિરાધાર વૃદ્ધો સાથે રક્ષાબંધન પર્વ ઉજવ્યો હતો

ઇન્ડીયન લાયોનેસ મોરબીની બહેનોએ મોરબીમાં આવેલ વૃદ્ધાશ્રમના વડીલો સાથે રક્ષાબંધન પર્વ ઉજવ્યો હતો પરિવારથી તરછોડવામાં આવેલ વડીલોને રાખડી બાંધી તેમજ ભોજન કરાવી સાર્થક ઉજવણી કરવામા આવી હતી
ક્લબ મેમ્બર રૂપલબેન તરફથી વૃધ્ધોને લડવા, શીખંડ, દૂધીનો હલવો, પાત્રા,ખમણ તેમજ દાળ, ભાત, શાક અને પુરીનું જમણ આપવામાં આવ્યું. જે સેવાકાર્યમાં શોભનાબેન અને પ્રિતીબેન તરફથી રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું.

(11:22 pm IST)