Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

મોરબી જીલ્લામાં આન, બાન અને શાન સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે.

જીલ્લા કક્ષાની ઉજવણી અમરસિંહજી હાઈસ્કૂલ વાંકાનેર ખાતે યોજાશે

મોરબી જીલ્લામાં તા. ૧૫ ઓગસ્ટના રોજ ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં મોરબી જીલ્લા કક્ષાની ઉજવણી અમરસિંહજી હાઈસ્કૂલ વાંકાનેર ખાતે યોજાશે

વાંકાનેરમાં જીલ્લા કક્ષાની ઉજવણી કરાશે જેમાં પ્રભારી મંત્રી દેવાભાઈ માલમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે તે ઉપરાંત મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રાંત અધિકારી ડી એ ઝાલા, મોરબી ગ્રામ્યની ઉજવણી ગોર ખીજડીયા ગામે જ્યાં મામલતદાર નીખીલ મહેતાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે ટંકારામાં કલ્યાણપર ગામે મામલતદાર કે જી સખીયા, હળવદના ઘનશ્યામપુર ગામે મામલતદાર એન એસ ભાટી અને માળિયાના તરઘડી ગામે મામલતદાર ડી સી મામલતદારના હસ્તે ધ્વજવંદન કરાશે
જીલ્લા કક્ષાની ઉજવણી વાંકાનેર ખાતે કરાશે તેમજ તાલુકા અને ગ્રામ્ય પંથકમાં પણ ઉજવણી કરાશે જેમાં પોલીસની પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રંગેચંગે ઉજવાશે.

(11:21 pm IST)