Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

જામનગરની ઘરફોડીનો ભેદ ઉકેલતી પોલીસ : બે શખ્સો પાસેથી ૧૫ તોલાના દાગીના સહિતના લાખનો મુદ્દામાલ કબ્જે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,તા. ૧૩ : સીટી એ ડીવી પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૦૨૦૦૮૨૨૧૩૧૦/ર૦રર ઇપીકો કલમ ૩૮૦,૪૫૭,૪૫૪ મુજબના કામે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા ઇસમો ચોરી કરેલ સોનાના દાગીના સાથે ચાંદીબજાર સોનીબજાર બુગદાવાળી શેરીમાં સોનાની દુકાન પાસે આટા ફેરા મારે છે. જેમાંથી એક ઇસમે શરીરે આછા પોપટી કલરનો આખી બાંયનો શર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છે તથા બીજા ઇસમે દુધીયા કલરનુ ગોળ ગળાવાળુ ટીશર્ટ તથા ગ્રે કલરનુ ટ્રેક પેન્ટ પહેરેલ છે. તે બાબતે વોચમા હતા દરમ્યાન આરોપીઓ (૧)મોહમદ રફીકભાઇ દુધવાલા મેમણ ઉવ.૨૮ ધંધો. વેપાર રહે. રંગુનવાલા હોસ્પીટલની બાજુમાં ખેડુન એપાર્ટમેન્ટ બીજા માળે તથા (ર)ઇક્રામુદિન મહમદઓશમાણ સરગઠ દરવાન ઉવ.૩૦ ધંધો. મજુરી રહે. લુહમારસાર ચાર રસ્તા ન્યુ બહાર પાન ઉપર ઇશુફી મંજીલના ત્રીજા માળે જામનગરવાળાઓ મળી આવેલ હોય મજકુર બન્નેની અંગઝડતી માંથી એક સોનાનો સરવાળો પેન્ડલ વાળો સેટ જેનુ કુલ વજન ૧૪ ગ્રામ ૦.૭૦ મીલીગ્રામ કિ.રૃ-૬૦,૦૦૦/- તથા સોનાના કાળા મોતીના સરવાળા મંગળસુત્ર નંગ-૨ જેનુ કુલ વજન ૨૪ ગ્રામ ૬૦૦ મીલીગ્રામ કિ.રૃ-૧,૧૦,૦૦૦/- તથા સોનાના પાટલા નંગ-૨ જેનુ કુલ વજન ૫૫ ગ્રામ ૩૬૦ મીલીગ્રામ કિ.રૃ-૨,૬૦,૦૦૦/- તથા સોનાની વીટી નંગ-૨ જેનુ  કુલ વજન પ ગ્રામ ૮૬૦ મીલીગ્રામ કિ.રૃ-૨૫,૦૦૦/- તથા સોનાના પેન્ડલ નંગ-૩ જેનુ કુલ વજન ૧૪ ગ્રામ કિ.રૃ-૬૦,૦૦૦/- તથા કાનના અલગ અલગ પ્રકરના બુટીયા છ જોડી જેનુ કુલ વજન ૨૪ ગ્રામ ૭૯૦ મીલીગ્રામ કિ.રૃ-૧,૧૧,૦૦૦/- તથા એક સોનાનો ચેઇન જેનુ વજન ૮ ગ્રામ ૧૮૦ મીલીગ્રામ કિ.રૃ. ૩૯,૦૦૦/- મળી આશરે ૧૫ તોલા સોના દાગીના જેની કુલ કિ.રૃ-૬,૬૫,૦૦૦/-તથા રોકડા રૃપીયા ૭૫,૦૦૦/- મળીકુલ કિ.રૃ-૭,૪૦,૦૦૦/- મળી આવતા જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૦૨ર૦૦૮રર૧૩૧૦ ઈપીકો કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ ના મુદામાલ તરીકે કબ્જે કરી ઘરફોડ ચોરીનો વણ  શોધાયેલ ગુનો ડીટેકટ કરેલ છે.

આ કામગીરી પો.ઇન્સ. એમ.જે.જલુ પો.સબ.ઇન્સ. એમ.વી.મોઢવાડીયા  પો.હેડ.કોન્સ દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા તથા મહીપાલસિહ મયુરસિહ જાડેજા તથા યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા તથા સુનીલભાઇ અરજણભાઇ ડેર તથા પો.કોન્સ શિવરાજસિંહ નટુભા રાઠોડ તથા મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા તથા વનરાજભાઇ ભગુભાઇ ખવડ તથા પ્રવિણભાઇ ભીખાભાઇ પરમાર તથા રવીરાજસિહ રાજેન્દ્રસિહ જાડેજા તથા યોગેન્દ્રસિંહ નીરૃભા સોઢા તથા વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા દ્રારા કરવામા આવેલ છે.

(1:24 pm IST)