Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

જેતપુરના પાંચપીપળામાં જુગાર રમતા પાંચ શખ્‍સોને રૂા.૧૦ હજાર સાથે ઝડપાયા

શહેરમાં વર્લી ફીચરના આંકડા લખતા ર શખ્‍સો ઝડપાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૩ : તાલુકા પોલીસ ગત ક્રાઇમ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્‍યાન પાંચ પીપળા ગામ પાસે પસાર થતા બાતમી મળેલ જે આધારે ધાર વિસ્‍તારમાં જુગારની રેડ કરતા જાહેરમાં તીનપતીનો જુગાર રમતા સંજય રહેશ સોલંકી (રહ.ે પાંચ પીપળયા) મનસુખ ઘુસા સોલંકી મહેશ મનસુખ સોલંકી ભરત મનસુખ સોલંકી, અજય પ્રવિણ મકવાણાને રોકડા રૂા.૧૦,પ૩૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ.

શહેર પોલીસ પેટ્રોલીંગ દરમ્‍યાન બોલખા દરવાજા વિસ્‍તારમાંથી પસાર થતા એક શખ્‍સ શંકાસ્‍પદ જણાતા તેને ચેક કરતા તે વર્લીફીચરના આંકડાનો જુગાર રમાડતો હોય તે શખ્‍સ ઇમ્‍તીયાસ આમદ આદમણણીને રોકડા રૂા. ર૬૭૦ માોબાઇલ ૧ મળી કુલ રૂ. ૭૬૭૦ના મુદામાલ  સાથે પકડી પાડેલ ત્‍યાંથી આગળ જતા જગાવાલા ચોરા મકાતી શેરી પાસે પણ એક શખ્‍સને તપાસતા સાજીદ પઠાણ વર્લી ફીચરના આંકડાનો જુગાર રમાડતો હોય તેને રોકડા રૂા.૬૩૧૦ મોબાઇલ ૧ મળી કુલ રૂા. ૭૩૧૦ સાથે પકડી પાડેલ આમ પોલીસે બન્ને શખ્‍સોને રોકડા તેમજ મોબાઇલ મળી કુલ રૂા.૧૪૯૮૦ ના મુદામાલ સાથે પકડી ધોરણસર કાર્યવાહી શહેર પોલીસે કરેલ.

(4:04 pm IST)