Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

કેશોદ તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તિરંગા યાત્રા

(સંજય દેવાણી દ્વારા) કેશોદઃ કેશોદ શહેરમાં રાજય સરકાર દ્વારા જુનાગઢ જિલ્લા કક્ષાનો ધ્‍વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ત્‍યારે કેશોદ તાલુકા પંચાયત કચેરી ખાતે થી રેવન્‍યુ વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત સંલગ્ન કચેરીઓના કર્મચારીઓ દ્વારા ચારચોક સુધી હાથમાં રાષ્ટ્રધ્‍વજ ફરકાવી રેલી કાઢવામાં આવી હતી. કેશોદના ચારચોક વિસ્‍તારમાંથી પરત તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી હતી. કેશોદના મુખ્‍ય માર્ગો પર રાષ્ટ્રભક્‍તિનું વાતાવરણ ઉભું થયું હતુ.

(1:22 pm IST)