Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

અમૃતકાળમાં પ્રવેશતા દેશવાસીઓ માટે તિરંગા યાત્રા દેશભકિતનો અમૂલ્ય અવસર : ધર્મેન્દ્રસિંહ જાડેજા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧ : જામનગર ૭૮ વિધાનસભાના વિસ્તારમાં હર ઘર તિરંગા યાત્રામાં શહેરીજનો રાષ્ટ્રધ્વજ સાથે ઉત્સાહભેર જોડાયા હતા. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૃભા જાડેજા (હકુભા) એ હર ઘર તિરંગા યાત્રામાં યાત્રાનો પ્રારંભ પોતાના મતવિસ્તાર માંથી ભારત માતાના જયઘોષ સાથે કરાવ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની સાથે જામનગરમાં જાહેર ખાનગી સામાજિક તમામ સંસ્થાઓમાં હર ઘર તિરંગા રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના નું જતન કર્યું હતું. જામનગર ૭૮ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા)એ જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રધ્વજ ભારતના લોકોની આશાઓ અને અપેક્ષાઓનું અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. રાષ્ટ્રધ્વજ પ્રત્યે સારું સાર્વત્રિક અને આદર અને વફાદારી છે. જામનગરના શહેરીજનોની ભાવનાઓ અને માનસમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તિરંગા યાત્રામાં કોર્પોરેટરો, આગેવાનો, યુવાનો અને શહેરીજનો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રના જયઘોષ સાથે નીકળતા શહેરમાં અનેરૃ દેશભકિતનું વાતાવરણ જોવા મળ્યું હતું અને હર ઘર તિરંગા યાત્રાને શહેરીજનોએ આવકારી હતી અને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું

આઝાદી કા અમૃત મહોત્સવની સાથે હર ધર ત્રિરંગા યાત્રા જામનગર ૭૮ના વિધાનસભાના જુદા-જુદા વોર્ડમાં શહેર ભાજપ સંગઠન પાંખના હોદેદારો, કોર્પોરેટરો, સ્થાનિક આગેવાનો વેપારીઓ, યુવાનો જોડાયા હતા.

(1:13 pm IST)