Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

મોરબીમાં રવિવારે ઉમિયા સર્કલ પાસે સૌથી ઊંચા રાષ્‍ટ્રધ્‍વજનો લોકાપર્ણ સમારોહ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી તા. ૧૩ : ભારત સરકાર અને ગુજરાત સરકારના આઝાદી કા અમળત મહોત્‍સવ અન્‍વયે તા. ૧૩ થી ૧૫ ઓગસ્‍ટ સુધી હર ઘર તિરંગાનું આયોજન કરાયું છે ત્‍યારે મોરબી નગરપાલિકા દ્વાર તા. ૧૪ ને રવિવારે ઉમિયા સર્કલ પાસે મોરબી જીલ્લાના સૌથી ઊંચા ૧૦૮ ફૂટના રાષ્‍ટ્રધ્‍વજનું લોકાપર્ણ તેમજ અન્‍ય લોકાપર્ણ અને ખાતમુર્હત કાર્યક્રમ યોજાશે.
મોરબી પાલિકા દ્વારા તા. ૧૪ ને રવિવારે સવારે ૯ કલાકે ઉમિયા સર્કલ ખાતે રાષ્‍ટ્રધ્‍વજ લોકાપર્ણ સમારોહ યોજાશે જેમાં મંત્રી બ્રિજેશ મેરજા ઉપરાંત પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ, સાંસદ વિનોદભાઈ ચાવડા, મોહનભાઈ કુંડારિયા, ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, લાખાભાઈ જારીયા અને સહકારી અગ્રણી મગનભાઈ વડાવીયા સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે.
રાષ્‍ટ્રધ્‍વજ લોકાપર્ણ ઉપરાંત સ્‍ટેશન રોડ ખાતે બપોરે ૧૨ કલાકે તેમજ સાંજે ૭ કલાકે નહેરુ ગેઇટ ખાતે પણ ખાતમુર્હત અને લોકાપર્ણ કાર્યક્રમ યોજાશે જેમાં નગરજનોને જોડાવવા પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચેરમેન સુરેશભાઈ દેસાઈ અને ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ નિમંત્રણ પાઠવ્‍યું છે.

 

(11:55 am IST)