Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ગોંડલમાં યુવકને મિત્રએ છરીના ઘા ઝીંકી હત્‍યાનો પ્રયાસ કર્યો

ગોંડલ, તા.૧૩: પંચપીરની દરગાહ પાસે મફતીયાપરામાં રહેતો સમીર હારૂનભાઈ પઠાણ (ઉ.૧૬) નોનવેજની દુકાનમાં કામ કરે છે અને ગત રાત્રીના દુકાનેથી કામ કરી તેના મીત્ર મીત ભરવાડ સાથે બાઈકમાં સવાર થઈ ઘર તરફ આવી રહ્યો હતો.

ત્‍યારે સબજેલ પાસે પહોંચતા તેમનો મીત્ર ઉમંગ ગોસ્‍વામી ધસી આવ્‍યો હતો. અને બાઈકને અટકાવી તારૂ કામ છે કહી સમીરને થોડે દુર લઈ ગયો હતો.

અને ઝઘડો કરી સમીર પર છરીના આડેધડ ઘા ઝીંકી નાસી છુટયો હતો. અને સમીર લોહીલુહાણ હાલતમાં ઢળી પડતા તાત્‍કાલીક પ્રથમ ગોંડલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સીવીલે ખસેડયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્‍ટાફે ગોંડલ પોલીસને જાણ કરતાં સ્‍ટાફ દોડી ગયો હતો અને કાગળો કરી હત્‍યાના પ્રયાસનું કારણ જાણવા ઈજાગ્રસ્‍તનું નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં ઈજાગ્રસ્‍ત બે ભાઈ બહેનમાં નાનો હોવાનું જાણવા મળ્‍યું હતું.

(11:53 am IST)