Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

વાંકાનેરમાં જીલ્લાકક્ષાની રાષ્‍ટ્રીય પર્વની ઉજવણીનો ધમધમાટ

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૩ : મોરબી જીલ્લા કક્ષાની રાષ્‍ટ્રીય પર્વની ઉજવણી વાંકાનેરની અમરસિંહજી હાઇસ્‍કુલ ખાતે થનાર હોઇ, હાઇસ્‍કુલના  પરિસર ગ્રાઉન્‍ડમાં હાલ તેની તડામાર તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહયો છે.

દેશના ૭૬માં સ્‍વાતંત્ર્યદિનની જીલ્લાકક્ષાની ઉજવણીનું સ્‍થળ હોઇ, ધ્‍વજવંદન કાર્યક્રમમાં રાજયના પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી દેવાભાઇ માલમ હાજર રહેશે.

ઉપરાંત જીલ્લાના અધિકારીઓ એસ.પી. કલેકટર, નાયબ કલેકટર, ડીડીઓ, જી. વિકાસ અધિકારી, નાયબ કલેકટર, ટંકારા, માળીયા, હળવદ, અને વાંકાનેર, મોરબીના મામલતદાર નાયબ મામલતદાર અને તેનો વહીવટી સ્‍ટાફ આ રાષ્‍ટ્રીય પર્વમાં હાજરી આપી વહીવટી કામગીરી બજાવશે. આ કાર્યક્રમનાં રીહર્સલની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે.

(11:40 am IST)