Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

જુનાગઢના ખડીયા ગામમાં ઘરમાં દિપડો ઘુસી ગયો

લોકોમાં અફડાતફડી મચી : કલાકોની જહેમત બાદ આર.એફ.ઓ. એ.એમ. ભાલીયા અને વન વિભાગની ટીમે રેસ્‍કયુ કરીને બેભાન કરી દઇને ઝડપી લીધો

ઉપરોકત તસ્‍વીરમાં જે બંધ મકાનમાં દિપડો ઘુસ્‍યો હતો તે અને ગામમાં વન વિભાગની ટીમ અને દિપડાને રેસ્‍કયુ કરી લાવી રહેલ ટીમ અને આર.એફઓ. ભાલીયા નજરે પડે છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા) (૯.ર)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૩:  જુનાગઢ નજીક આવેલ ખડીયા ગામમાં એક બંધ મકાનમાં દિપડો ઘુસી જતા અફડાતફડી અને ભયનો માહોલ લોકોમાં સર્જાયો હતો.

આ અંગે ખડીયાના સરપંચ કાળુભાઇ ભાદરકા એ વનવિભાગને જાણ કરતા આર.એફ.ઓ. એ.એમ. ભાલીયાએ રામનાથના રાઉન્‍ડ ફોરેસ્‍ટ અનિલભાઇ સુખાનંદી તથા દક્ષિણ રેન્‍જની વનવિભાગની ટીમને તાબડતોબ દોડાવી અને ડોકટરો દ્વારા દીપકડાએ બેભાન કરી રેસ્‍કયુ ઓપરેશન હાથ ધરાયું હતુ અને કલાકાોની જહેમત બાદ આ દિપડો ઝડપાઇ જતા ગામ લોકોએ રાહતનોશ્વાસ લીધો હોત.

આર.એફ.એ. અરવિંદ ભાલીયા એ જણાવેલ કે ખડીયા ગામ નજીક જ જંગલ આવેલુ હોવાથી અવારનવાર વન્‍યપ્રાણીઓ ચડી આવતાહોય છે ત્‍યારે લોકોએ ગભરાયા વગર વનવિભાગને જાણ કરશો અમોત્‍વરીત કામગીરી કરીશુ શ્રી ભાલીયા એ આ દિપકડાઅને ઝડપી લેવા બે ટીમો મોકલી સ્‍થળ પર રેસ્‍કયુની કામગીરી કરી કલાકોની મહામહેનતના અંતે વન વિભાગની ટીમે દિપકડાને બે ભાન કરી રેસ્‍કયુ કર્યુ હતું અને મોડેથી જંગલ વિસ્‍તારમાં છોડી દેવાયો હતો.

(11:40 am IST)