Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

જાફરાબાદની માછીમારી બોટ દમણના દરિયામાં ફસાઈ: કોસ્ટગાર્ડનું હેલીકૉપટરથી રેસ્ક્યૂ ઓપરેશન

વલસાડ જિલ્લાના દરિયા કિનારે પણ તોફાની માહોલ જોવા મળ્યો

અમરેલીના જાફરાબાદ બંદરેથી માછીમારી માટે નીકળેલી ‘તીર્થનગરી’ નામની બોટ દમણ પાસે દરિયામાં તોફાનના કારણે ફસાઈ હતી. ઘટનાની જાણ દમણ કોસ્ટગાર્ડને થતા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માછીમારી બોટમાં 8 માછીમારો હતા. કોસ્ટગાર્ડ દ્વારા અત્યાર સુધીમાં 5 માછીમારોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે અને બાકીના માછીમારોનું રેસ્ક્યૂ કાર્ય ચાલુ છે.

હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહીની દરિયામાં અસર જોવા મળી છે અને દમણનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. હજુ પાંચ દિવસ સુધી દરિયો તોફાની રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે દમણના દરિયા સાથે વલસાડ જિલ્લાના દરિયા કિનારે પણ તોફાની માહોલ જોવા મળ્યો હતો.

(12:25 am IST)