Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

નવા સહકાર મંત્રાલયની રચનાથી સહકારી બેન્કો-કૃષિ-ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ વધશેઃ ડોલરભાઇ કોટેચા

નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહને અભિનંદન પાઠવતા જુનાગઢ જીલ્લા બેન્કના ચેરમેન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩ :..  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારત સરકારમાં સહકારથી જ સમૃધ્ધિનાં સપનાને સાકાર કરવા તથા દેશનાં સહકારી માળખાને મજબુત કરવા 'સહકાર મંત્રાલય' ની રચના કરેલ છે. અને આ મંત્રાલયનાં પ્રભાર છેલ્લા ર૦ વર્ષથી સહકારી ક્ષેત્રનાં શિલ્પી અમિતભાઇ શાહને દેશનાં સર્વપ્રથમ વાર બનતા સહકાર મંત્રાલયની ધુરા સોંપવામાં આવેલ છે.

વડાપ્રધાનનું દેશમાં સર્વ પ્રથમવાર સહકાર મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણયથી દેશમાં સહકારી ચળવળ ખુબ જ મજબુત બનશે. અલગ સહકાર મંત્રાલયથી વહીવટી કાનુની અને નિતીગત માળખાથી દેશની સહકારીતા ખુબ જ મજબુત અને સંગીન બનશે. વિના સહકાર નહીં ઉધ્ધારની સાથે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ગુજરાતનું સહકારી માળખુ સમગ્ર દેશમાં જાણીતું છે. આવું સુદ્રઢ માળખું સમગ્ર દેશમાં બને અને સહકારી સમિતિનઓનો જમીન સ્તર પર વિકાસ થાય અને દેશનાં કરોડો ખેડૂતો, પશુપાલકો અને શ્રમીકોનો વિકાસ થાય, અને પરસ્પરનાં સહકારથી સહકારી પ્રવૃતિ સમૃધ્ધ બને અને સહકારી સંસ્થાઓ સર્વોત્તમ બને અને નવા સહકાર મંત્રાલયની રચનાથી ખેડૂતો, મંડળીઓ, સહકારી સંઘો, સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા સમાજના તમામ વર્ગો તેમજ સહકારી બેન્કો તથા કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રનાં વિકાસને એક નવી ઉંચાઇએ લઇ જશે. ગ્રામીણ ક્ષેત્રની સમૃધ્ધીનો એક નવો ઉદય થશે અને દેશનાં ગામડાઓ, ખેડૂતોનું કલ્યાણ અને ખેતીલક્ષી વ્યવસાય માટે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં ખૂબ જ દુરંદેશી અને અભુતપૂર્વ ઐતિહાસીક નિર્ણયને જુનાગઢ જીલ્લા સહકારી બેન્કનાં ચેરમેન ડોલરભાઇ કોટેચાએ આવકારી ખુબ જ હૃદયપૂર્વકનો આભાર માનેલ છે. તેમજ સહકારી ક્ષેત્રનાં શિલ્પી, અમિતભાઇ શાહને સર્વ પ્રથમવાર બનતાં સહકાર મંત્રાલયની ધુરા સંભાળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી આભારની લાગણી વ્યકત કરેલ છે.

(1:22 pm IST)