Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

અમરેલીનાં વાકીયાના ર ડમ્પર ચાલકોએ તલવાર દેખાડીને ૮૦ હજારની લુંટ ચલાવી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૩ : લાઠીના પીપળવા ગામના ભગવાનભાઇ ગરણીયા તેમના સબંધી પરબતભાઇ હમીરભાઇ ઇસુડાની દિકરીને સાપ કરડતા પરબતભાઇ અને તેના પત્નીને લઇને જુનાગઢ ત્રિમુર્તિ હોસ્પિટલે જતા હતા. ત્યારે તેમણે ગાવડકા ચોકડીએ એસ્સારના પંપે ડીઝલ ભરાવવા કાર ઉભી રાખતા મહીપત અને જગાએ પોતાનું ડમ્પર અકસ્માત થાય તે રીતે કાર પાછળ રાખતા ભગવાનભાઇએ ઠપકો આપતા બંનનેએ ડમ્પરથી તેનો પીછો કરી અને રોડ ઉપર આંતરી ગળામાંથી સોનાની રૂદ્રાક્ષની માળા અને રોકડ મળી ૭૯પ૦૦ની મતા લુંટી લીધી હતી આ પહેલા પણ વાંકીયા ચોકડીએ આવા પ્રકારના બનાવ બનેલ આ ઉપરા ઉપરી બીજા બનાવથી ફફડાટ ફેલાયો છે.

અકસ્માત

ધારી ખીચા રોડ ઉપર સ્વમીનારાયણ ગુરૂકુલ પાસે ગણપતશંકરભાઇ નીનામા રહે. દાહોદાવાળાએ ટ્રેકટર નં.જી.જ.૧૩. એ. આર. પુરઝડપે અને બે ફીકરાઇથી ચલાવતા પલટી મારી જતા અલ્પેશ મનીયાભાઇ ભુરીયા રહે. દાહોદ વાળાનું મોત નીપજાવી ટ્રેકટરમાં બેઠેલા અન્યને મોટી ઇજા કર્યાની વિપુલભાઇ મનીયાભાઇ ભુરીયાએ ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

બાબરા તાલુકાના કરીયાણા ગામે રહેતા વિલાસબેન વિનુભાઇ બાંભણીયા ઉ.વ.૪પનો દિકરો મહાદેવના મંદિરે આવતો હતો. ત્યારે રસ્તામાં ભુપતભાઇ મેટાડીયા મળતા બોલાચાલી કરી આ રસ્તે તમારે આવવુન હી તેવું જણાવી વિલાસબેન અને તેમના પતિ બહાર નીકળતા ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાની ભુપત મટાડીયા, ભુપત મેર, ભરત ભવાનભાઇ મેટડીયા, અજય ભગવાનભાઇ મેટડીયા, રમેશ બરોળીયા, કિશોર વલ્લભભાઇ મેટાળીયા સામે બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોત

મરીન પીપાવાવના ચાંચ ગામે રહેતા સાજણભાઇ ચૌહાણ ઉ.વ.૬૦ને તેમ ગામના દામજીભાઇ જીવાભાઇ શીયાળ બાઇક નં.જી.જે.૧૪.એ.એસ. ૮૪૪પનું પુરઝડપે અને બે ફીકરાઇથી ચલાવી પાછળ બેઠેલા સાજણભાઇને બાઇકમાંથી પછાડી દેતા માથામાં ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત નીપજાવીયાની મરીન પીપાવાવમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

માર માર્યો

ખાંભા તાલુકાના ગીદરડી ગામના અજયભાઇ સવજીભાઇ કણસાગરા ઉ.વ.ર૩ પોતાના પરિવાર સાથે બાઇક ઉપર ગીદરડીથી ખાંભા તરફ જતા હતા. ત્યારે રસ્તામાં બાઇક ઉભુ રખાવીને ધરમશીભાઇ ગભાભાઇ વાળા, દેવકુ ધરમશીભાઇ વાળા, દેવરાજ ધરમશીભાઇ વાળા, વનરાજ ઉનડભાઇ આહિરએ બડીયા અને કુહાડી વડે માર મારી ગાળો  બોલી ધમકી આપ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોત

ખાંભા તાલુકાના રૂગનાથપુર ગામે લકઝરી બસ જી.જે.૦પ.એ.વી. ૧૧૧૧ના ચાલકે બસ રીવર્સમાં લેતા ગોવિંદભાઇ સાવલીયાને હડફેટે લઇ મોત નીપજાવી નાસીી ગયાની પુત્ર અશોકભાઇ ગોવિંદભાઇ સાવલીયાએ ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:16 pm IST)