Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વેરાવળ બસ સ્ટેશનમાં બાઇક બળીને ખાખ

પ્રભાસ પાટણ :.. વેરાવળ એસ. ટી. બસ સ્ટેશનમાં પાર્ક થયેલ. બાઇકમાં ચાલુ વરસાદે કોઇ કારણોસર આગ લાગતાં આ બાઇક સળગીને ખાખ થયેલ હતું અને આ બાઇકમાં લાગેલ આગ બસ સ્ટેશન પરનાં યાત્રીકો પણ અચંબામાં પડી ગયેલા હતાં. જયારે આ બાઇકમાં આગ લાગેલ ત્યારે ત્યાં હાજર લોકોએ મહામુશીબતે આગ ઉપર કાબુ મેળવેલ હતો જેથી બાજુમાં પાર્ક થયેલ ગાડીઓ રહી ગયેલ આ આગ ર૦ મીનીટે કાબુ થયેલ હતી.

(11:45 am IST)