Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કચ્છના કરમરીયા ગામે વાહન બાબતે બોલાચાલીમાં સરપંચ પતિએ યુવાનનું ઢીમ ઢાળી દીધું

ભચાઉ સહિત વાગડ પંથકમાં લોહિયાળ બનતાં તકરારના વેરઝેર

ભુજ, તા.૧૩: કચ્છના વાગડ પંથકમાં સામાન્ય બોલાચાલી, વેરઝેર ઉપરાંત આંતરિક સંદ્યર્ષ લોહિયાળ બની રહ્યા છે. આવા જ એક વધુ બનાવમાં ભચાઉના કરમરીયા ગામે વાહન બાબતે થયેલી તકરારમાં યુવાનનું ઢીમ ઢાળી દેવાયુ છે. આ અંગે કુંજીસર ગામના રમેશ કાનજી આહીરે નોંધાવેલી ફરિયાદ મુજબ કરમરીયા ગામના મહિલા સરપંચના પતિ શંકર ડાહ્યા આહીર અને પોતાના મોટા ભાઈ મહાદેવા કાનજી આહીર વચ્ચે વાહન બાબતે તકરાર થઈ હતી. જે બાબતના ખાર રાખીને શંકર આહીર અને તેની સાથે અન્ય ૬ થી ૭ શખ્સોએ ડમ્પર લઈને જતાં પોતાના ભાઈ મહાદેવા ઉપર લાકડી ધોકા વડે હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરતાં ત્યાં તેનું મોત નિપજયું હતું. આ બાબતે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

(11:43 am IST)