Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ગોંડલમાં આર.એસ.એસ. પ્રેરિત અક્ષય ભારતી મિત્ર મંડળ દ્વારા અલગ અલગ ઔષધિય વૃક્ષોના ૫૧૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ

(જયસ્વાલ ન્યુઝ દ્વારા)ગોંડલ,તા. ૧૩ : ગોંડલમાં છેલ્લા ૨૫ વર્ષથી અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃતિ કરતા એવા આર.એસ.એસ. પ્રેરિત અક્ષય ભારતી મિત્ર મંડળ ગોંડલ દ્વારા ગોંડલ શહેર-તાલુકા આજુબાજુના વિસ્તારમાં પર્યાવરણનું જતન કરવા અને હાલના કોરોના મહામારીમાં જ્યારે ઓકિસજનની વધુ જરૂરીયાત ઉભી થયેલ એને ધ્યાનમાં રાખીને કુદરતી ઓકિસજનના સ્ત્રોત એવા ઔષધિય વૃક્ષાોના ૫૧૦૦ રોપાઓનું વિનામૂલ્યે શ્રી સરવસ્તી શિશુમંદિર ખાતે વિતરણ કરવામાં આવેલ. અક્ષય ભારતી મિત્રામંડળનો આગામી સમયમાં એક લાખ દેશીકુળના આયુર્વેદિક વૃક્ષો તેમજ ફળાવ વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણનો લક્ષ્યાંક છે. જેથી આવતા તા. ૧૮/૭ રવિવાર ના રોજ પણ રોપા વિતરણ ચાલુ રાખવામાં આવશે. આ સંસ્થા દ્વારા કોરોનાની બીજી લહેર વખતે ગોંડલ ખાતે કોરોનાગ્રસ્ત લોકો માટે ૫૫ દિવસ સુધી મફત ટીફીન વ્યવસ્થા કરવામાં આવેલ. લોકોએ એમના ઘર સુધી આ ટીફીન નિઃશુલ્ક પહોંચાડવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગોંડલ રામજી મંદિરના મહંતશ્રી જેરામદાસબાપુ, ભુવનેશ્વરી પીઠ રવિદર્શનજી તથા શરદભાઇ ગજેરા હરીયાળુ ગોંડલના કાર્યકર્તા તેમજ આર.એસ.એસ. કિશોરભાઇ મુંગલપરા, ગોંડલનગર સંઘ ચાલકજીની ઉપસ્થિતમાં દીપ,પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવેલ.

(11:30 am IST)