Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કોરોનાની બીજી લહેરમાં કચ્છના મુન્દ્રામાં સતત ત્રણ મહિના સુધી જન સેવા સંસ્થાનો સેવા યજ્ઞ ધમધમ્યો

૫૦૦૦ લોકોને ભોજન, જરૂરતમંદ પરિવારોને રાશનકીટ નું વિતરણ, જલારામ ખીચડી ઘર દ્વારા દર ગુરુવારે અવિરત ખીચડી, બૂંદી, ગાંઠિયાનો પ્રસાદ

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) કચ્છના બંદરીય શહેર મુન્દ્રામાં જન સેવા સંસ્થાના માધ્યમથી યુવા પત્રકાર રાજ સંઘવી અને તેમના સાથી મિત્રો વિવિધ દાતાઓના સહયોગથી માનવ સેવાની મહેંક પ્રસરાવી રહ્યા છે.   કોરોનાની આ બીજી લહેર દરમ્યાન વિકટ પરિસ્થિતિ માં ત્રણ માસ દરમ્યાન મધ્યમ વર્ગ અને શ્રમજીવી વર્ગની હાલત કફોડી હતી અને આર્થિક મુશ્કેલી વચ્ચે લોકો ગભરાઈ ગયા હતા. ત્યારે મુન્દ્રા મધ્યે કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં જન સેવા સંસ્થાએ વિવિધ દાતાઓના સહયોગથી જુદી જુદી ગરીબ વસાહત માં અંદાજે ૫૦૦૦ જેટલા જરૂરતમંદ લોકો ને દાળ, ભાત, શાક, રોટલી તેમજ ખારીભાત  સહિતનું વિવધ ભોજન અપાયું હતું.

કોરોનાના કાળ માં રસ્તે  રઝળતા ૪ જેટલા માનસિક વિક્લાંગોને ભુજ ની માનવજ્યોત સંસ્થા ભુજ મોકલ્યા  હતા. 

જન સેવા દ્વારા કાર્યરત જલારામ ખીચડી ઘર ના ૨૭૭ ગુરુવાર પૂર્ણ થયા છે. દર ગુરુવારે મુન્દ્રામાં જલારામબાપા ના આશીર્વાદ થી ગરીબ બાળકો ને ખીચડી અને બૂંદી ગાંઠીયા પીરસવા માં આવે છે અને કોરોના સમય કાળના ત્રણ માસ દરમ્યાન ભૂખ્યા લોકો ને ખીચડી અને બૂંદી ગાંઠીયા ની  પ્રસાદી પીરસવા માં આવી હતી. જલારામ ખીચડી ઘર માં ખીચડીના દાતા તરીકે મુન્દ્રાના જલારામ ભગત પરિવાર અને બૂંદી ગાંઠીયાના દાતા તરીકે પ્રફુલ્લભાઈ ગૂગરિયા એ સહયોગ આપ્યો હતો. 

કોરોના સમયે વિવિધ દાતાઓ આગળ આવ્યાં હતા અને જન સેવા દ્વારા ૧૫૦ જેટલી રાશન કિટો નું વિતરણ કરવા માં આવ્યું હતું. આ સેવાકીય કાર્યોમાં મુન્દ્રાના અદાણી ગ્રુપ ઉપરાંત શબ્બીરભાઈ તુર્ક. ધ્રબના અસલમ તુર્ક, મામદભાઈ બોલિયા એ સહયોગ આપ્યો હતો..

કોરોના કાળની ૩ માસની વિકટ પરિસ્થિતિમાં મુન્દ્રા જન સેવાના રાજ સંઘવી. કપિલ ચોપડા, અસલમ માંજોઠી, ઉમેશ પંડ્યા, ભીમજી જોગી. લખમશી કોલી, દેવજી જોગી સેવાકીય પ્રવૃતિમાં જોડાયા હતા.

(9:46 am IST)