Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ઓખા બંદરે 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયુ: માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

દરિયામાં ભારે પવન ફૂંકાવાની શકયતાને લઇ ભારે વરસાદની આગાહી

દેવભૂમિ દ્વારકાના ઓખા બંદરે 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાથો સાથ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં ભારે પવન ફૂંકાવાની શકયતાને લઇ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 45 થી 55 કીમીની ઝડપે દરીયામાં પવન ફૂંકાવાની શક્યતાને પગલે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

(12:49 am IST)