Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ટંકારામાં એસટી બસોના મુસાફરોની થર્મલ ચકાસણી સવારે છ વાગ્યાથી શરૂ કરવા માંગણી

ટંકારા તા. ૧૩ : ટંકારા ખાતેથી એસટી બસમાં જતા મુસાફરોની કોરોનાવાયરસ અંગે ટેમ્પરેચર ચકાસણી સવારના છ વાગ્યાથી શરૂ કરવાની મુસાફરોની માગણી ઉઠી છે તે હાલમાં મુસાફરોના ટેમ્પરેચરની ચકાસણી સવારે આઠથી સાંજના છ વાગ્યા સુધી કરવામાં આવે છે અને ફકત એક જ કર્મચારીની નિમણૂક કરવામાં આવેલ છે.

ટંકારા ખાતે સવારે છ વાગ્યાથી બસો શરૂ થાય છે જે રાત્રે ૮ વાગ્યા સુધી ચાલુ હોય છે મોરબી થી ઉપડતી મોરબી વેરાવળ બસ સવારે ટંકારા ૬.૧૫ આવે છે પેસેન્જરોએ ઓનલાઇન બુકિંગ કરાવી હોવા છતાં મુસાફરોની થર્મલ ચકાસણીની સુવિધા ન હોવાથી મુસાફરોએ ઓનલાઇન બુકીંગ કરાવ્યું હોવા છતાં મુસાફરી કરી શકતા નથી. સવારે ૬ થી ૮ વાગ્યા સુધી બસ ઉભી રહેતી નથી અથવા મુસાફરોને લેતી નથી. આ રીતે સાંજના છ વાગ્યા સુધી પછી પણ બને છે.

મુસાફરોને સવારે ૬ થી ૮ સુધી ફરજીયાત ખાનગી વાહનમાં બેસવું પડે છે એસ.ટી.બસમાં ટંકારાથી રાજકોટનું ભાડું ૩૨ રૂપિયા છે ત્યારે ખાનગી વાહનમાં ૧૦૦ રૂપિયા ભાડું ચૂકવવું પડે છે.

મોરબી, વાંકાનેર તથા હળવદ ખાતે એસ.ટી.બસ સ્ટેશનમાં મુસાફરોની થર્મલ ચકાસણી સવારના છ વાગ્યાથી શરૂ થાય છે. ટંકારામાં પણ આ રીતે સવારના ૬ વાગ્યાથી મુસાફરોનીઙ્ગ ચકાસણી કરવાની માગણી છે. જેથી પેસેન્જર મુસાફરી કરી શકે.

ટંકારા લતિપર ચોકડી એ ઓવરબ્રિજની કામગીરી ચાલુ છે. એક તરફ રાજકોટ જવાનો બસ સ્ટોપ, તો બીજી તરફ મોરબી જવાનો બસ સ્ટોપ અને ત્રીજી તરફ જામનગર જવાનો બસ સ્ટોપ છે. એક જ કર્મચારીને સવારે આઠથી સાંજના ૬ સુધી જે તરફ બસ આવે ત્યાં દોડાદોડી કરવી પડે છે મુસાફરોને પરેશાની ભોગવવી પડે છે.

ટંકારા ખાતે બે કર્મચારીઓની નિમણૂક કરવાની જરૂરિયાત છે. સવારના ૬થી રાત્રિના આઠ સુધી મુસાફરી ૬ થી રાત્રે ૮થી મુસાફરોની થર્મલ ચકાસણી થઈ શકે તે માટે યોગ્ય કરવાની લોકોની માગણી ઉઠી છે.(

(12:09 pm IST)