Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

દેવભુમી દ્વારકા જીલ્લાના રાણ ગામમાં જોરદાર વરસાદ

(કૌશલ સજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે.

ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગાજવીજ સાથે વરસાદની એન્‍ટ્રી થઇ છે.

મોટા આસોટા, વિરપર, મેવાસા , ધમાકેદાર વરસાદ પડયો છે. બફારા વચ્‍ચે વરસાદ થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.  વરસાદ વરસતાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઠંડક પ્રસરી છે. જામ કલ્‍યાણપુર તાલુકાના  રાણ ગામમા જોરદાર વરસાદ ચાલુ છે. 

(4:16 pm IST)