Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ઓખા મંડળની પરિણીતાને ત્રાસ

ખંભાળીયા તા. ૧૩: ઓખા મંડળના બર્માસલ કવાર્ટર વિસ્‍તારમાં રહેતી અને આદમભાઇ ગુંઢાણીની રર વર્ષીય પરિણીત પુત્રી હમીદાબેન બસીરભાઇ બોલીમને તેણીના લગ્નજીવન દરમ્‍યાન આરંભડા ખાતે રહેતા તેના પતિ બસીર અબ્‍બાસ બોલીમ, સસરા અબ્‍બાસ બબાભાઇ બોલીમ, સાસુ હીનાબેન અબ્‍બાસભાઇ બોલીમ, નણંદ મુનેરાબેન અબ્‍બાસભાઇ તથા રસીદ કારાભાઇ બોલીમ નામના પાંચ સાસરીયાઓએ બિભત્‍સ ગાળો કાઢી, બેફામ મારી અસહ્ય દુઃખ-ત્રાસ આપતા આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસે આઇ.પી.સી. કલમ ૪૯૮(એ), ૩ર૩, પ૦૪ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સલાયામાં કેફી પીણું પીધેલી

હાલતમાં રિક્ષાચાલક ઝડપાયો

સલાયા ગામે રહેતા આલેમુન આમદ ઘાવડા નામના ૪૪ વર્ષના યુવાનને સ્‍થાનિક પોલીસે સલાયા ચેકપોસ્‍ટ પાસેથી રૂપિયા બે લાખની કિંમતની જી.જે. ૩૭ યુ. ૦૯૮ર નંબરની સીએનજી રીક્ષા ચલાવતા ઝડપી લઇ, કાર્યવાહી કરી હતી.

ઓખાનો શખ્‍સ દારૂના

જથ્‍થા સાથે ઝડપાયો

ઓખામાં નવી બજાર વિસ્‍તારમાં રહેતા ચિરાગ ઉર્ફે અનો દિનેશભાઇ પરમાર નામના ર૪ વર્ષિય શખ્‍સને સ્‍થાનિક પોલીસે રૂપિયા ત્રણ હજારની કિંમતની છ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લઇ, તેની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધ્‍યો હતો.

દ્વારકા-મીઠાપુરમાં છરી

સાથે બે શખ્‍સો ઝબ્‍બે

દ્વારકાના મકનપુર વિસ્‍તારમાં રહેતા શુકાભા ગગાભા કારા નામના ૩૬ વર્ષના શખ્‍સને સ્‍થાનિક પોલીસે વરમાળા ગામના બસ સ્‍ટેશન પાસેથી છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એકટની કલમ ૧૩પ(૧) મુજબ કાર્યવાહી કરી હતી.

જયારે મીઠાપુર તાબેના હમુસર ગામે રહેતા રામસંગભા દાનાભા હાથલ નામના ર૦ વર્ષના શખ્‍સને આરંભડા ગામ પાસેથી છરી સાથે નીકળતા પોલીસે ઝડપી લીધો હતો.

(2:33 pm IST)