Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

બાબરામાં જુગાર રમતા ૬ ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૩: અમરેલી દરેડ રોડ નદીના કાંઠે ભગવતી સોસાયટી પાછળ લાઇટના અંજવાળે અમુક ઇસમો જુગાર રમે છે તેવી હકીકત મળેલ હોય જે  હેડ કોન્‍સ. રાજેન્‍દ્રસિંહ બહાદુરસિંહ તથા હેડ કોન્‍સ. કિરણભાઇ તનસુખભાઇ તથા પો.કોન્‍સ. જગદીશભાઇ બાબુભાઇ તથા પો.કોન્‍સ હસમુખભાઇ શીવાભાઇએ રૂ.૧૬.૬૦૦ તથા મોબાઇલ ૪ ની કિ. રૂા. ૧૧૦૦૦ મળી કુલ કિ. રૂા. ર૭,૬૦૦ નો મુદામાલ રેઇડ દરમ્‍યાન પકડી પાડી (૧) જેંતીભાઇ કાળુભાઇ ચારોલીયા ઉ.૪૦ ધંધો મજુરી રહે બાબરા કરીયાણા રોડ, (ર) સંજયભાઇ મનસુખભાઇ વાઘેલા ઉ.રર ધંધો મજુરી રહે બાબરા કરીયાણા રોડ, (૩) મુન્નાભાઇ કાજુભાઇ ચારોલીયા ઉ.૪૦ ધંધો, ખેતી રહે ચરખા, (૪) કાળુભાઇ કુરજીભાઇ ચારોલીયા ઉ.પ૮ ધંધો મજુરી રહે ચરખા, (પ) જયસુખભાઇ વિજાભાઇ ચારોલીયા ઉ.રપ ધંધો મજુરીકામ રહે. નીલવડા રોડ, (૬) સુરેશભાઇ નારણભાઇ ચારોલીયા ઉ.૩૪ ધંધો મજુરી કામ રહે. બાબરા મફતપરાને ઝડપી લીધા હતા.  (૧) વિજયભાઇ કુરજીભાઇ ચારોલીયા રહે. બબરા નીલવડા રોડ, (ર) સુરાભાઇ બાવભાઇ ચારોલીયા રહે. બાબરા નીલવડા રોડને,ઝડપી પાડયા હતા.

(1:15 pm IST)