Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

મોરબીમાં ૧૮-૧૯ બે દિવસ વૈષ્‍ણવાચાર્ય પૂ. જયદેવલાલજી મોહદયના શ્રીમૂખે ગોપી ગીતનો જલારામ મંદિર હોલમાં કાર્યક્રમ

વૈષ્‍ણવજનોને લાભ લેવા આમંત્રણ : રાજકોટ નજીક ૧૦ એકર જગ્‍યામાં શ્રીમદ્દ વલ્લભાચાર્ય સંસ્‍કાર ધામ બનશે

 મોરબી,તા.૧૩ : મોરબીમાં પ્રથમ વખત વૈષ્‍ણવાચાર્ય પૂ. જયદેવલાલજી મહોદય ( કડી-અમદાવાદ)ના શ્રી મુખે તા.૧૮ અને ૧૯ના રોજ જલારામ મંદિર હોલ ખાતે ગોપી ગીતનો ભવ્‍ય કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં પધારવા સર્વે વૈષ્‍ણવજનોને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

જ્‍યારે ઠાકોરજી વેણુંનાદ કરે છે. ત્‍યારે એ વેણુનો અવાજ ગોપીઓના કાનમાં પડે છે. આ વેણુમાં ધ્‍વનિથી પોતાની સુધ-બુધ ગોપીઓ ખોઈ બેસે છે. અને કઈ જોયા વિના સીધી વનમાં દોટ મૂકે છે. ગોપીઓના આ વિરહને ગોપી ગીત કહે છે. આ ગોપી ગીતનો પ્રસંગ સાંભળવો ખરેખર એક લ્‍હાવો છે. આ ગોપી ગીતના કાર્યક્રમનું આયોજન મોરબીના અયોધ્‍યાપુરી રોડ ઉપર આવેલા જલારામ મંદિર ખાતે તા.૧૮ને શનિવારે તેમજ તા.૧૯ને રવિવારે બન્ને દિવસે બપોરે ૪થી સાંજે ૭:૩૦ સુધી આયોજન કરવામાં આવ્‍યું છે.

આ ગોપી ગીતનું રસપાન વૈષ્‍ણવચાર્ય પૂ. જયદેવલાલજી મહોદય (કડી-અમદાવાદ) દ્વારા કરવામાં આવનાર છે. તેઓના સુમધુર કંઠે વિવિધ પ્રસંગોને આગવી શૈલીમાં રજૂ કરવામાં આવનાર છે. મોરબીના વૈષ્‍ણવજનો માટે ખાસ આયોજિત આ ગોપીગીતના કાર્યક્રમમાં પધારવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. વધુ વિગત માટે મો.નં. ૮૨૩૮૦૫૮૧૧૧ અથવા  ૯૯૨૪૮૪૪૯૬૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

રાજકોટ નજીક ૧૦ એકર જગ્‍યામાં નિર્માણ પામશે શ્રીમદ્‌ વલ્લભાચાર્ય સંસ્‍કારધામ

વૈષ્‍ણવ સંપ્રદાયની યુવા પેઢીમાં સંસ્‍કારોનું સિંચન થાય અને તમામ ધર્મ પ્રેમી જનતાને પુષ્ટિ સમુદાયની ધાર્મિક જગ્‍યાઓના દર્શનનો લ્‍હાવો ઘર આંગણે જ મળી રહે તેવા ઉમદા આશયથી વૈષ્‍ણવાચાર્ય પૂ. જયદેવલાલજી મહોદયની આજ્ઞાથી શ્રીમદ્‌ વલ્લભાચાર્ય સેવા સંઘ ટ્રસ્‍ટ દ્વારા રાજકોટ નજીક તરઘડી પાસે ૧૦ એકર વિશાળ જગ્‍યામાં શ્રીમદ્દ વલ્લભાચાર્ય સંસ્‍કારધામનું નિર્માણ કરવામાં આવનાર છે. સંસ્‍કારધામમાં વિશાળ હવેલી, ભવ્‍ય ગિરિરાજજી, વૈષ્‍ણવ ગુરૂકુળ, ઓડિટોરિયમ, ૮૪ બેઠકજીની ઝાંખી અને વ્રજની ઝાંખી સહિતના અનેક ધાર્મિક આકર્ષણો ઉભા કરાશે. આ ધાર્મિક કાર્યમાં દાતાઓને સહભાગી થવા ટ્રસ્‍ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

(2:31 pm IST)