Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વાંકાનેરમાં બફારો બેફામ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૩ : પાલીકાનો વહીવટ ખાડે જાણવા મળતી વિગત મુજબ તા.૧ર/૬ ના સાંજે વરસાદ થતા આકરા તાપથી રાહત થઇ હતી. જો કે શહેરના ઘણા વિસ્‍તારોમાં વિજય ગુલ થઇ હતી. પી.જી.વી.સી.એલ.ના જવાબદાર અધિકારીઓને વાકેફ કરતા થોડી વાર માટે વિજ પ્રવાહ શરૂ થયેલ પરંતુ વળી વરસાદી ઝાપડુ પડતા મોડે સુધી લાઇટ ગુલ રહી હતી. આજ સવારથી બફારો બેફામ બન્‍યો છ.ેશહેરમાં ચાવડી ચોક-મેઇન બજાર, ગ્રીનચોકમાં છેલ્લા બે દિવસથી ગંદકીનું સામ્રાજય જોવા મળે છે. આ અંગે જવાબદાર એવા અશોક રાવલને જાણ કરતા તેઓએ જવાબ વાળેલ કે સફાઇ કરનારા માણસો નથી. મુખ્‍ય અધિકારી તેજલબેનને બે થી ત્રણ વખત કોન્‍ટેક કરતા તેઓએ ફોન સ્‍વિચ ઓફ રાખેલ છ.ે વાંકાનેર શહેરની તમામ સ્‍ટ્રીટ લાઇટોમાં અંધારપટ્ટ જોવા મળ્‍યો હતો.પ્રતાપરોડ પર આવેલ સિપાઇ શેરી નાકાથી દરગાહ રોડ પર ઢીંચણ સમા પાણી ભરાયેલા રહ્યા હતા જેનું કારણ એવું જાણવા મળેલ કે ત્‍યાં સ્‍થિત પાણીનું નિકાલનું નાલુ બંધ હોવાથી ઓછા વરસાદે પણ રોડ પર પાણી ભરાયેલુ રહ્યું હતું.

મામલતદારના કંટ્રોલરૂમમાં ફોન કરતા કોઇ રીસીવ કરનારૂ હાજર નહોતું નાયબ મામલતદારને ફોન કરતા તેઓએ વરસાદ ૯ મી.મી. વરસ્‍યાનું જણાવેલ જો કે લોકમુખે ૧ ઇંચ જેટલો વરસાદ વરસી ચુકયાનું સાંભળવા મળે છે.

(12:06 pm IST)