Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ધ્રાંગધ્રા તાલુકા, બજાણા, પાટડી તથા લખતરના ૧૨ જીયો કંપનીના ટાવરોમાં બેટરી, ઓલ્‍ટરનેટર, ડીઝલની ચોરી કરનાર ગેડીયા ગામના ૭ તથા ધ્રાંગધ્રાના -૨ મળી -૯ આરોપીઓ ઝડપાયા

વઢવાણ,તા. ૧૩: તાજેતરમાં જ ધ્રાંગધ્રા તાલુકા પો.સ્‍ટે.ના ભરાડા, ધ્રુમઠ, સોખડા તથા બજાણા પો.સ્‍ટે.ના ખેરવા, જીવણગઢ, દેગામ, નાગડકા, રામગ્રી, તથા પાટડી પો.સ્‍ટે.ના ઉપરીયાળા તથા લખતર પો.સ્‍ટે.ના ઇંગરોડી, કારેલા, કેસરીયા, ખાતે આવેલ જીયો કંપનીના મોબાઇલના ટાવરોમાંથી બેટરી, ઓલ્‍ટરનેટર તથા ડીઝ્‍લની ચોરીઓના બનાવો બનેલ હોય જે અંગે કંપની દ્વારા સુરેન્‍દ્રનગર જીલ્લા પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ લેખિતમાં જાણ કરેલ.

જે અન્‍વયે પોલીસ ઇન્‍સ. એમ.ડી.ચૌધરીએ ઉપરોકત મોબાઇલ ટાવર ચોરીઓના ગુન્‍હાઓ શોધી કાઢવા અંગે ખાસ એકશન પ્‍લાન બનાવી પો.સબ.ઇન્‍સ. વી.આર.જાડેજા સાહ તથા એલ.સી.બી. સ્‍ટાફની અલગ અલગ ટીમો બનાવી જીલ્લા વિસ્‍તારમાં સધન પેટ્રોલીંગ ફરી ગુન્‍હાવાળી જગ્‍યાની વીઝીટ કરી, શંકાસ્‍પદ ઇસમોની માહીતી એકત્ર કરી, સક્રિય એમ.સી.આર ઇસમો ઉપર વોચ તપાસ કરી ફળદાયક હકીકત મેળવી અનડીટેકટ ગુન્‍હાઓ શોધી ચોર મુદામાલ કબ્‍જે કરવા અંગે જરૂરી સુચના આપતા એલ.સી.બી. ટીમ દ્રારા બજાણા પો.સ્‍ટે. વિસ્‍તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ અને ઉંડાણપુર્વકની તપાસના અંતે હ્યુમન સોર્સથી હકીકત મેળવેલ કે, ઉપરોકત જીયો કંપનીના કુલ-૧૨ મોબાઇલના ટાવરોમાંથી બેટરી, ઓલ્‍ટરનેટર તથા ડીઝલની ચોરીઓના ગુન્‍હામાં પાટડી તાલુકાના ગેડીયા ગામના કુલ-૭ ઇસમો તથા ધ્રાંગધ્રાના કુલ-૨ ઇસમો સંડોવાયેલ છે અને મજકુર આરોપીઓ પૈકી કુલ-૪ આરોપીઓ હાલે ચોરીના મુદામાલ સાથે ગેડીયા ગામની સીમમાં નર્મદા કેનાલ પાસેના ઓકળામાં તથા કુછ્‍લ-૩ ઇસમો વડલી તલાવડી નજીક હાજર છે અને મુદામાલ વેચવા જનાર છે.

જે હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા હકીકત વાળી જગ્‍યાએ છાપો મારી આરોપીઓ (૧) ઇમરાનખાન મોબતખાન જત મલેક ઉવ.ર૯ રહે. ગેડીયા કાળવાનાથના મંદીર પાસે (ર) બાબીલખાન કરીમખાન જત મલેક ઉવ.૩૦ રહે. ગેડીયા કાળવાનાથના મંદીર પાસે (૩) સરદારખાન ઉફે ભુરો અલીખાન જત મલેક ઉ.વ-૨૬ રહે. ગેડીયા કાળવાનાથના મંદીર પાસે  (૪) રાહુલભાઇ ધરમશીભાઇ ચાણસ્‍મા દેવીપુજક ઉવ.૨૬ રહે. ગેડીયા મોટા પીરની દરગાહ પાસે  વાળાઓને ડીઝલ ભરેલ કેરબા નંગ-૯ ડીઝલ લીટર-૪૦૦ કિ.રૂ.૩૬,૦૦૦/- તથા કોપરનો ભંગાર આશરે કિલો-૭૦ કી.રૂ.૪૨,૦૦૦/- સાથે પકડી પાડી મજકુર ઇસમોની પુછપરછ કરતા પોતે ચારેયે સાથે મળી ભરાડા, ધ્રુમઠ, ખેરવા, જીવણગઢ, દેગામ, ઉપરીયાળા ખાતે આવેલ જીયો કંપનીના મોબાઇલ ટાવરોમાંથી ચોરીઓ કરેલ હોવાની અને બાકીનો મુદામાલ ધ્રાંગધ્રા વેચેલ હોવાની કબુલાત આપતા મજકુર ઇસમોને સાથે રાખી ધ્રાંગધ્રા મુકામે તપાસ હાથ ધરી આરોપીઓ (૫) સલીમ ઉર્ફે મુનઃમે ઇસ્‍માઇલભાઇ સિપાઇ ઉવ.૪૧ રહે.ધ્રાંગધ્રા શીતળામાના મંદીર પાસે મ.પરૂ તા.ધ્રાંગધ્રા (૬) ધર્મેન્‍દ્રભાઇ રમણીકભાઇ કરથીયા જાતે કંસારા ઉવ.૪૦ ધંધો-મજુરી રહે. ધ્રાંગધ્રા કંસારા બજાર તા.ધ્રાંગધ્રા વાળાઓને પકડી તેમની પાસેથી સદર ચોરીમાં ગયેલ મુદામાલ પૈકી કોપરનો ભંગાર આશરે કિલો-૭૦ કિ.રૂ.૪૨,૦૦૦/- તથા બેટરીમાંથી નીકળતુ શીશુ કુલ વજન-૪૦ કિલો કિ.રૂ.૪,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

 તેમજ આરોપીઓ (૭) હનીફભાઇ ભાણજીખાન જતમલેક ઉવ.૩૦ રહે.ગેડીયા, બાવલશાપીરની દરગાહ પાછળ તા.પાટડી (૮) જાવેદખાન નશીબખાન જતમલેક ઉવ.ર૪ રહે.ગેડીયા, નવા પલોટમાં તા.પાટડી (૯) રીયાઝખાન અયુબખાન જત મલેક ઉવ.૨૬ રહે. ગેડીયા,સ્‍કુલ પાછળ, સાકેડી બજાર તા- પાટડી વાળાઓને ગેડીયા ગામની વડલી તલાવડી પાસેથી બેટરીમાંથી નીકળતુ શીશું કુલ વજન-૪૦ કિલો કિ.રૂ.૪,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી મજકુર ઇસમોની પુછપરછ કરતા તેઓએ સોખડા, નાગડકા, રામગ્રી, ઇંગરોડી, તથા કેશરીયા ખાતે આવેલ જીયો કંપનીના મોબાઇલ ટાવરોમાંથી આશરે ૭૭૦ લીટર ડીઝલ તથા બે બેટરીઓની ચોરીઓ કરેલાની કબુલાત આપેલ છે.

આમ ઉપરોકત આરોપીઓ પાસેથી કોપરનો ભંગાર આશરે કિલો-૧૪૦ કિ.રૂ.૮૪,૦૦૦/- તથા બેટરીમાંથી નીકળેલ શીશુ વજન આશરે ૮૦ કિલો કિ.રૂ.૮,૦૦૦/- તથા ડીઝલ લીટર-૪૦૦ કિ.રૂ.૩૬,૦૦૦/- મળી કુલ રૂ.૧,૨૮,૦૦૦/- ના મુદામાલ કબ્‍જે કરી આગળની કાર્યવાહી અર્થે તમામને બજાણા પો.સ્‍ટે. સોપી આપેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્‍દ્રનગરના પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.ડી.ચૌધરી પો.સબ.ઇન્‍સ. વી.આર.જાડેજા, એ.એસ.આઇ. વાજસુરભા લાભુભા તથા જુવાનસિંહ મનુભા તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા પો.હેડ.કોન્‍સ. હીતેષભાઇ જેસીંગભાઇ તથા જયેન્‍દ્રસિંહ જેઠીભા તથા અમરકુમાર કનુભા તથા અનિરૂધ્‍ધસિંહ અભેસંગભા તથા પો.કોન્‍સ.જયેન્‍દ્રસિંહ જેઠીભા તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા પો.કોન્‍સ.સંજયભાઇ પ્રવિણભાઇ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ એ રીતેની ટીમ દ્રારા વણશોધાયેલ ચોરીના કુલ-૩ ગુન્‍હાઓ શોધી કાઢેલ છે.

(12:02 pm IST)