Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

કોડીનારના જાંત્રાખડીમાં ૮ વર્ષની બાળા ઉપર દુષ્‍કર્મ ગુજારીને મોતને ઘાટ ઉતારનાર શામજી સોલંકીને કડક સજા આપવા માંગ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર,તા.૧૩ : કોડીનાર તાલુકા ના જાંત્રખાડી ગામ ના કૌશિકગીરી ઇશ્વરગીરી મેઘનાથી.મુંબઈ મુકામે દરજી કામ કરે છે.તેમના પત્‍ની જયશ્રી બેન મજૂરી કામ કરે ..તેમના પરિવાર માં પુત્ર આર્યન અને એક આઠ વર્ષ ની દીકરી નો સમાવેશ થાય છે. જય શ્રી બેન આજે ઘેરે હતા.અને ગામ માં રામ રોટી લેવા ગયા ત્‍યારે સવાર નાં આશરે દસ વાગ્‍યા હતા.તે સમયે પડોસી એ આ માસૂમ દીકરી ને ગામ માંથી સેવ લેવા મોકલી હતી.તે હતી . ત્‍યારે રસ્‍તા માં આરોપી શામજી ભિમાં સોલંકી નું ઘર આવે છે.શામજી એ પણ આ દીકરી ને પૈસા આંપી તેમના માટે બીડી બાકસ મંગાવ્‍યા હતા. બજાર માં થી આ વસ્‍તુ લઈ આરોપી ના ઘર પાસે પહોંચી ત્‍યારે આરોપી શામજી ઘર માં હતો.તો આ બાળા બીડી બાકસ દેવા ઘરમાં ગઈ હતી.જ્‍યાં ઘર માં આરોપી એકલો હતો.આ સમયે આ માસૂમ બાળા ને જોતા આ શખ્‍સ હેવાન બની ગયો .બાળા ને ઘર માં ખેચી દરવાજો બંધ કરી આ માસૂમ બાળા ઉપર અધમ કળત્‍ય આચર્યું બાદ માં કોઈ ને જાણ ન થાય તેમ માની આ બાળા ની નીરમમ હત્‍યા કરી નાખી ત્‍યારે બપોર નાં અગિયાર વાગ્‍યા હશે એટલુજ નહિ  આ નરાધમ આ બાળા ની લાશ ને કોથળા માં ભરી જન્‍ત્રાખડી ૬૬ કે.વી.ની સામે પાળા ની પાછળ આવાવરું જગ્‍યા માં ફેંકી દીધી .અને ઘેરે જઈ નિરાતે સૂઈ ગયો.
  બીજી તરફ જયશ્રીબેન રશ્રમરોટી લઈ ઘેરે આવ્‍યા અને દીકરી ને નહિ જોતા આડોસ પડોસ માં તપાસ કરતા જાણવા મળ્‍યું કે સેવ લેવા મોકલી હતી પણ હજુ આવી નથી.તુરત શોધ ખોળ શરૂ થઈ અને થોડીવાર માં જ ખબર પડી ગઈ કે આ બાળાની લાશ ૬૬ કે.વી.સામે પડી છે.
 જાણવા મળ્‍યા મુજબ આરોપી શામજી માચ્‍છીમારી નો વ્‍યવસાય કરે છે.અને પરણિત છે બે સંતાનોનો બાપ છે.પણ દારૂ પી ઘર માં ધમાલ કરતો હોવાથી તેના પત્‍ની કેટલાક સમય થી રિસામણે છે.
 આ ઘટનાની ગામ લોકો એ કોડીનાર પોલીસમાં જાણ કરતા તુરત કોડીનાર પોલીસ ઘટના સ્‍થળે પહોંચી તપાસ હાથ ધરી હતી .બનાવ ની ગંભીરતા સમજી ડી.એસ.પી.ઓમ પ્રકાશ જાટ પણ તપાસ માં જડાયા ..પાંચ નામુ કરી લાશ ને કોડીનાર પી.એમ.માટે લઈ જવાઈ જ્‍યાં આ મામલો અતિ ગંભીર હોય જામનગર ખાતે પેનલ પી.એમ.કરાવવા નું નક્કી થયું છે.આ દરમ્‍યાન પોલીસે આરોપી ને તેના ઘર માં થી દબોચી લીધો છે.જાણવા મળ્‍યું છે.કેટલાક પુરાવા ઓ ઘર માંથી મળે તેમ હોવાથી આરોપી નું ઘર સિલ કરી દેવાયુ છે. ફોરેન્‍સિક ટીમ આ ઘર માં થી પુરાવાઓ એકત્ર કરશે.
   આ ગુનાની ફરિયાદ જયશ્રીબેન દ્વારા નોંધવામાં આવતા પોલીસે ૩૦૨,૩૭૬ સહિત ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ છે.આ બનાવ ની તપાસ પી.આઈ.મકવાણા ચલાવી રહ્યા છે.
 મામલો એટલી ગંભીર છે કે ખુદ એસ.પી. શ્રી પરમાર સાહેબ સાંજે જંત્રાખડિ ગામ ની મુલાકાત લીધી છે .પોલીસની ઉમદા કામગીરી થી જંત્રાખડી ગામના લોકો સંતુષ્ઠ છે....અને આરોપી ને દાખલા રૂપ કડક માં કડક સજા ગણતરી ના દિવસો ના અપાય તેવી માંગ ઉઠી છે.

 

(12:06 pm IST)