Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ઓખા બેટ દ્વારકા વચ્‍ચે ચાલતી ૯ બોટના પરવાના ૮ દિવસ માટે રદ્દ

(ભરત બારાઇ દ્વારા) ઓખા તા. ૧૩ : ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા ઓખા બેટ વચ્‍ચે ચાલતી ૯ બોટોના પરવાના ૮ દિવસ માટે રદ કરવામાં આવેલ છે
વેકેશન દરમિયાન બોટ ચાલકો દ્વારા નિયત કેપેસીટી કરતા વધુ પેસેન્‍જરોને બેસાડવામાં આવતા જેને લઈ પેસેન્‍જરની જાન જોખમમાં મુકાઈ જાય છે અને આ ઉપરાંત નિયત ભાડા કરતા બેફામ વધુ ભાડા વસૂલવામાં આવતા GMB દ્વારા આ પગલું ઉઠાવવામાં આવેલ છે.
આ ઉપરાંત આ બોટ ચાલકો એ રોકડમાં પણ દંડ ભરવો પડશે.

 

(11:43 am IST)