Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

કોટડાસાંગાણીના જૂના રાજપીપળા ગામે જાહેરમાં જુગાર રમતા ૯ પકડાયા

(બસીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી,તા. ૧૩ : તાલુકાના જૂના રાજપીપળા ગામે જાહેરમાં જુગાર રમતા ૯ શખ્‍સોને પોલીસે ઝડપી લીધા હતા.
કોટડાસાંગાણી પોલીસ સ્‍ટેશનના સબ ઇન્‍સ્‍પેકટર વી.પી.કનારા સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન પો. કોન્‍સ. કાળુભાઇ મનુભાઇ ધાંધલ, અમિતદાન પાતૃભાઇ સુરુ તથા અશોકભાઇ વિનુભાઇ ડાંગરને મળેલ સંયુકત ચોક્કસ હકીકતને આધારે જૂના રાજપીપળા ગામે નવ ઇસમોને જાહેરમાં જુગાર રમતા કુલ રોકડ રૂા. ૪૦,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જુગાર રમતા પકડાયેલ શખ્‍સોમાં (૧) કિરીટ લાલસિંગભાઇ ચૌહાણ (૨) અજય વલ્લભભાઇ કુવરિયા (૩) રવિ લાભૂભાઇ સોલંકી (૪) બાઘા કાળુભાઇ ચુડાસમા (૫) રણજીત લાલજીભાઇ સોલંકી (૬) ભરત સોંડાભાઇ ધાડવી, (૭) લાલજી ભાયાભાઇ સોલંકી (૮) કિશોર રામજીભાઇ સિસોદીયા તથા (૯) હરીશ રામભાઇ મૂલરવનો સમાવેશ થાય છે.આ કાર્યવાહીમાં કોટડાસાંગાણીના હેડ કોન્‍સ. મનોજભાઇ કટેશીયા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા તથા પો.કો. હિતેન્‍દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.

 

(11:20 am IST)