Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ભાવનગર શહેરમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩ : ભાવનગર શહેરમાંᅠ કોરોનાના વધુ ૨ કેસો નોંધાયા છે.

ભાવનગર શહેરમાં તિલકનગર વિસ્‍તારમાં ૨૪ વર્ષીય મહિલા અને શહેરના કાળિયાબીડ વિસ્‍તારમાં ૨૬ વર્ષીયᅠ યુવાન કોરોના સંક્રમિત થયા છે. હવે ભાવનગર શહેરમાં કોરોનાથી દર્દીઓની સંખ્‍યા ૬ થઈ જવા પામી છે.

ભાવનગરમાં છેલ્લા બે દિવસમાં ચાર અને છેલ્લા ૧૬ દિવસમાં કુલ ૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાના કેસો વધતાં લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.

(10:17 am IST)