Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વઢવાણઃ સફાઇ કામદારોને રજા પગાર ચુકવાયો

વઢવાણ : સુરેન્‍દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકા દ્વારા નિવૃત્ત કર્મચારીઓને ઘણા લાંબા સમયથી રજા પગારના નાણાં ચૂકવવા ના બાકી હતા.જે ગુજરાત રાજય કર્મચારી સંઘ ના મયુરભાઈ પાટડીયા દ્વારા રજૂઆત કરતા નગરપાલિકાના પ્રમુખ વિરેન્‍દ્રભાઈ આચાર્ય, કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા,ચિફ ઓફિસર સાગરભાઈ રાડીયા દ્વારા ૧૭ નિવૃત્ત સફાઈ કામદારોને રજા પગારના દસ લાખ પચાસ હજાર જેવી રકમ ચુકવતા કામદારોમાં આનંદની લાગણી છવાઇ છે. તે તસ્‍વીર.

(10:11 am IST)