Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વિંછીયા તાલુકા કોળી સમાજના યુવાનો અને યુવતિઓ સીઆરપીએફની ટ્રેનીંગ પુર્ણ કરીને વતન ફરતા દેશભકિતનો માહોલ ભવ્‍ય સ્‍વાગત

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૧૩: વિછીયા તાલુકા કોળી સમાજના યુવાનો અને બહેનો આર્મીની ( સી.આર.પી.એફ.)ટ્રેનીંગ પુર્ણ કરી માદરે વતન ફરતા જવાનોનું વિછીયા તાલુકાના સમસ્‍ત કોળી સમાજ દ્વારા અદકેરુ સ્‍વાગત અને સન્‍માન કરવામાં આવ્‍યુ હતુ.

મોઢુકા ગામ સમસ્‍ત અને વિછીયા તાલુકા સમસ્‍ત કોળી આયોજીત ‘ફોજી  સ્‍વાગત કાર્યક્રમમાં' ભવ્‍ય રેલી ડી.જે.ના તાલે અને વંદે માતરમ, ભારત માતાકી જય અને દેશભક્‍તિના નારા અને ગીતો સાથે રેલી ગામમા ફરી હતી આ પ્રસંગે મોઢુકા ગામ દેશભક્‍તિના રંગે રંગાયું હતું.

સી.આર.પી.એફ જવાનોના સ્‍વાગત માટે માનવ મહેરામણ ઉમટી પડયો હતો જવાનોના આગમન સમયે તમામ સમાજના લોકોએ હારતોરા મોમેન્‍ટો અને શાલ ઓઢાડી સન્‍માન કર્યું હતું.

જવાનો પૈકી હરેશભાઇ ધોરીયા રેવાણીયા વિજયભાઈ તાવીયા મોઢુકા  અસ્‍મિતાબેન તાવીયા મોઢુકા દીપકભાઈ રોજાસરા વિંછીયા સંદીપભાઈ તાવીયા પાટીયાળી વગેરે હાજર હતા  કાર્યક્રમમાં મોઢુકા ગામની દીકરીઓએ રાષ્‍ટ્રગીતો રજૂ કર્યા હતા મોટી સંખ્‍યામાં હાજર રહેલ મહિલાઓ અને દીકરીઓએ સામૈયા કરી આવકાર્યા હતા.

સાધુ-સંતોના સાનિધ્‍યમાં યોજાયેલ આ કાર્યક્રમમાં  હાજર સાધુ સંતોએ આશીર્વચન આપ્‍યા હતા કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠીઓ ગામલોકોએ હાજર રહી કાર્યક્રમને દીપાવ્‍યો હતો કાર્યક્રમમાં પૂર્વં ધારાસભ્‍ય ભોળાભાઈ ગોહિલ વિનોદભાઈ વાલાણી, કાળુભાઇ તલાવડીયા,અમરશીભાઇ ચૌહાણ, વાલજીભાઇ મેર,મુનાભાઇ તાવીયા ચાણકય એકેડમીના સંચાલક રમણભાઇ તાવીયા મોળીલા સીમ શાળાના શિક્ષકશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્‍યામાં હાજર રહી કાર્યક્રમને શોભાવ્‍યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભવાનભાઈ જતાપરાએ કર્યું હતું અને આભારવિધિ વિનોદભાઈ વાલાણીએ  કરી હતી.

(10:01 am IST)