Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

આતંકવાદી હુમલાની ચેતવણીના પગલે સલાયા બંદરે બોટ પેટ્રોલિંગઃ ચુસ્‍ત બંદોબસ્‍ત

 (કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૧૩: ગુજરાત રાજ્‍યમાં આતંકી હુમલાના એલર્ટના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ સતર્ક...બની ગઇ છે અને સલાયા બંદર પર મરીન પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે બોટ પેટ્રોલિંગ કરાઈ છે. દરિયાઈ વિસ્‍તારોમાં મરીન પોલીસ દ્વારા સંઘન ચેકીંગ કરાય છે.

 પોલીસના જવાનોએ બોટ દ્વારા સમુદ્રમાં માછીમારોની બોટનું પણ ચેકીંગ કર્યું હતુ એન્‍ટ્રી અને એક્‍ઝિટ પોઈન્‍ટનાં ચેકપોસ્‍ટ પર પોલીસ દ્વારા કડકાઈ પૂર્વક વાહનોનું ચેકીંગ હાથ ધરાયું છે દ્વારકધીશ જગતમંદિરે થ્રિ લેયર સુરક્ષા સાથે જિલ્લાના અન્‍ય સ્‍થળોએ પણ પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો છે.

આંતકવાદી હુમલાની દહેશતના પગલે જિલ્લામાં પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દેવાયો છે.

(10:02 am IST)