Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

જસદણ મામલતદાર પારસ વાંદાનો રિપોર્ટ પોઝિટિવ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૧૩: જસદણમાં આજે વધુ ૯૦ કેસ પોઝિટિવ આવ્યા હતા જેમાં જસદણના મામલતદાર પારસ વાંદાનો કોરોનાનો રેપિડ ટેસ્ટ આજે સવારે પોઝિટિવ આવ્યો હતો.

આ અંગેની વિગતો મુજબ જસદણ મામલતદાર પારસ વાંદા ખાતાકીય પરીક્ષા આપવા માટે થોડા દિવસથી ગાંધીનગર ગયા હતા જયાં તેમની સાથેના એક વ્યકિતને કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. જોકે ગઈકાલે મામલતદાર શ્રી પારસ વાંદા જસદણ આવ્યા બાદ કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી, બ્લોક હેલ્થ ઓફિસર ડો.રામ સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વહીવટી તંત્રની મિટિંગમાં મામલતદાર શ્રી પારસ વાંદા પણ હાજર રહ્યા હતા અને મીટીંગ પૂર્ણ થયા બાદ વીરનગર હોસ્પિટલ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ મામલતદાર પારસ વાંદા, બ્લોક હેલ્થ ઓફિસર ડો. સી. કે. રામ સહિતના વીરનગર શિવાનંદ મિશન હોસ્પિટલ ખાતે કાર્યરત કોવીડ કેર સેન્ટર ખાતે ઓકિસજન સહિતની ફેસેલીટી વધારવા માટે રૂબરૂ સ્થળ ઉપર જઈને સમીક્ષા કરી હતી. જોકે મામલતદાર શ્રી વાંદાને સામાન્ય લક્ષણો હોય હાલ તેમની તબિયત સ્વસ્થ છે. અને હોમ આઇસોલેટ થયા છે. જસદણ મામલતદાર જે બિલ્ડીંગમાં બેસે છે તે તાલુકા સેવાસદનમાં અન્ય અનેક સરકારી કચેરીઓ કાર્યરત છે જે પૈકી અન્ય એક સરકારી કચેરીમાં પણ ત્રણ કર્મચારી ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

(3:38 pm IST)