Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

મોરબીમાં લેપટોપ અને ટીવી ચોરીનો ભેદ ઉકેલતી એ-ડીવીઝન પોલીસ

તસ્વીરમાં પકડાયેલ તસ્કર (નીચે બેઠેલ) સાથે એ-ડીવીઝન પોલીસનો કાફલો નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

મોરબી, તા.૧૩:  શહેરમાં બે દિ' પૂર્વે થયેલ લેપટોપ અને ટીવી ચોરીના એ ડિવીઝન પોલીસે ભેદ ઉકેલી નાંખી તસ્કરને ઝડપી લીધો હતો.

મોરબીના છાત્રાલય રોડ પર રહેતા ભાવેશ ભુદરભાઇ કગથરાની લાતી પ્લોટ વિસ્તારમાં પટેલ ટ્રેડીંગ નામની દુકાન આવેલ હોય જેમાં તા. ૧૦ના રાત્રીના કોઇ અજાણ્યા શખસો દુકાનમાંથી લેનોવો કંપનીનું લેપટોપ, ચાર્જર ઉપરાંત ટીવી મળીને કુલ ર૭૦૦૦ ની મતાની ચોરી કરી ગયાની ફરીયાદ ભાવેશભાઇએ મોરબી એ-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે. મોરબી એ-ડીવીઝન પોલીસે ફરીયાદ નોંધી ચોરી કનાર અજીત ઇસ્માઇલ જુણેજા (ઉ.વ.ર૮) મોરબી મહેન્દ્રપરાને પકડી પાડી તેમની પાસેથી લેપટોપ ટીવી મળી કુલ ર૭૦૦૦ નો મુદ્દામાલ મળી આવતા ધરપકડ કરાઇ હતી.

આ કાર્યવાહી એ-ડીવીઝન પી.આઇ. આર. જે. ચૌધરીમાં માર્ગદર્શન હેઠળ હેડ કો. રસીકભાઇ કડીનાર, એમ.આર. ગામેતી, રો.કો. કિશોરભાઇ મિંયાત્ર, નિર્મળસિંહ જાડેજા, અજીતસિંહ પરમાર, શેખાભાઇ મારી, ભરતભાઇ પાંભરા, શકિતસિંહ ઝાલા, રવિરાજસિંહ ઝાલા તથા રણજીતસિંહ ગઢવીએ કરી હતી. (૯.૩પ) 

(12:48 pm IST)