Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

દ્વારકા નજીકના શ્રી નાગેશ્વર મહાદેવના દર્શને ભાવિકોની ભીડ

 મહાશિવરાત્રી નિમિતે ૧૨ જયોતિર્લીંગોમાં ના એક નાગેશ્વર જયોતિર્લીગ ખાતે વહેલી સવારથી જ પખાલ આરતીમાં લોકો ઉમટ્યા છે. અને ભોલાનાથની આરાધના કરી રહ્યા છે. મહા શિવરાત્રી નિમિતે ભગવાન શ્રી કૃષ્ણએ સ્થાપેલ ૧૨ જયોતિર્લીંગોમાંના ૧ એવા દ્વાદશ જયોતિર્લીંગ એટલે કે નાગેશ્વરમાં આજે સવારથી જ પખાલ આરતી દરમ્યાન શ્રધાળુઓ ઉમટી પડ્યા છે. આજે મહા શિવરાત્રી નિમિતે ચાર પહોરની વિશિષ્ટ આરાધના નાગેશ્વર ખાતે કરશે. પુજારી પરિવારે વહેલી સવારે ભોલાનાથની પખાલ કરી મંગળા આરતી ઉતારી હતી.ત્યારેથી જ ભાવિકો દર્શનાર્થે આવી રહ્યા છે. અને મહા શિવરાત્રીએ મહાદેવના દર્શન કરી રહ્યા છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:43 pm IST)