Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સમાજ સુરક્ષા એકમે હળવદમાં બે બાળલગ્ન અટકાવ્યા

મોરબી તા. ૧૩ : મોરબી સમાજ સુરક્ષા એકમ અને બાળ સુરક્ષા એકમની ટીમે તાજેતરમાં રાજગોર સમાજના સમૂહલગ્નમાં ચાર બાળ લગ્ન અટકાવ્યા હતા અને આ કાર્યવાહી ચાલુ હોય હળવદ જીઆઈડીસી નજીકની ઝૂપડપટ્ટીમાં ચાલતા બાળ લગ્નમાં સમાજ સુરક્ષાના સુનીલ રાઠોડ અને બાળ સુરક્ષા એકમના રંજનબેન મકવાણાની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. હળવદ ખાતે તા. ૧૩-૧૪ ના યોજાનાર લગ્ન સામસામે હોય અને ભાઈ બહેનના લગ્ન લીંબડી ખાતે યોજાનાર હતા જેમાં દીકરીની ઉમર ૧૬-૧૭ વર્ષ અને દીકરાની ઉમર ૧૭ વર્ષ હોવાનું માલૂમ પડતા બાળ લગ્ન અટકાવી બંનેને રાજકોટ સ્પેશ્યલ હોમ ફોર ચાઈલ્ડ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

(12:42 pm IST)