Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

મોરબીઃ સંસ્કૃત સંમેલન સફળતાપૂર્વક સંપન્ન

 મોરબી ટાઉન હોલ ખાતે સંસ્કૃત ભારતી દ્વારા જિલ્લાના પ્રથમ સંસ્કૃત સંમેલનનું ભવ્ય રીતે આયોજન થયું. જેમાં સાંજે ૫ થી ૮ સંસ્કૃત પ્રદર્શની ગોઠવવામાં આવી હતી. સંસ્કૃત પુસ્તકો, ગ્રન્થો, વિકિપીડિયા, વિજ્ઞાન, વસ્તુ, વારસો વગેરે સંપૂર્ણપણે સંસ્કૃત વિષયનું મહત્વ ઉજાગર કરતી પ્રદર્શની લોકોએ માણ્યું હતું. ત્યારબાદ રાત્રે ૮ થી ૧૦ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદભુત કાર્યની વિશેષતા એ હતી કે તેનું સંચાલન સંપૂર્ણ રીતે સંસ્કૃતમાં તેમજ તમામ કૃતિ પણ સંસ્કૃતમાં કરવામાં આવી. ટાઉન હોલ ખચોખચ ભરાયો હતો. અને સંસ્કૃત અનુરાગી લોકોએ ૩ કલાકનો પૂર્ણ કાર્યક્રમ માણ્યો. અખંડિત સંસ્કૃત વાતાવરણથી રવિવાર ખરેખર સંસ્કૃતમય બન્યો. સંસ્કૃતના પ્રસાર અને પ્રચાર માટે થયેલા આયોજન થી લોકો નો સંસ્કૃત પ્રત્યેનો લગાવ વધ્યો. સંસ્કૃત વ્યવહારની ભાષા બને અને આ ભાષા શીખવી કઠિન નથી એ સંદેશો ઘર ઘર સુધી લઈ જવા માટે તમામ લોકોએ સંકલ્પ કર્યો હતો. 'જયતુ સંસ્કૃતમ્, જયતુ ભારતમ્, વદતુ સંસ્કૃતમ્'ના નારા ગુંજી ઉઠ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા મોરબી સંસ્કૃત ભારતી જિલ્લા સંયોજક કિશોરભાઈ શુકલ અને સઃ સંયોજક મયૂરભાઈ તેમજ તમામ કાર્યકર્તાઓ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.

(12:41 pm IST)