Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

શ્રી સોમનાથ મહાદેવના દર્શને ભાવિકોની ભીડ : રાત્રે ચાર પ્રહર પૂજા

વહેલી સવારે ૪ વાગ્યે મંદિર ખુલ્યુ : વેરાવળમાં ભવ્ય શોભાયાત્રા

વેરાવળ-પ્રભાસપાટણ, તા. ૧૩ :  સોમનાથ મહાદેવના મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન થયેલ છે. જેમાં મંદિર સવારનાં ૪ કલાકે ખુલ્યુ છે. પ્રાતઃ મહાપૂજાનો પ્રારંભ ૬ કલાકે, પ્રાત : આરતી ૭ કલાકે, મહામૃત્યંુજય યજ્ઞ ૭-૩૦, નૂતન ધ્વજારોહણ ૮, હોમાત્મક લઘુરૂદ્ર પારંભ (યજમાન દ્વારા) ૮-૩૦, પાલખી યાત્રા સોમનાથ મંદિર પરિસર-૯, મધ્યાન્હ પુજા ૧ર, મધ્યાન્ક આરતી-૧ર શ્રૃગાર દર્શન સાંજે ૪ થી ૮-૩૦ હોમાત્મક લઘુરૂદ્ર (યજમાન દ્વારા) સાંજે ૬, જયોત પૂજન સાંજે ૬-૩૦ સાંય આરતી ૭, પ્રથમ પ્રહરપૂજન ૮-૪પ, પ્રથમ પ્રહર આરતી ૯-૩૦ દ્વિતીય પ્રહર પૂજા ૧૧-૦૦, દ્વિતિય પ્રહર આરતી ૧ર-૩૦, તૃતીય પ્રહર પુજન ર-૪પ, તૃતીય પ્રહર આરતી ૩-૩૦, ચતુર્થ પ્રહર પૂજન ૪-૪પ ચતુર્થ પ્રહર આરતી પ-૩૦ વાગ્યે થશે.

વેરાવળની શોભાયાત્રાનો પ્રારંભ ૯ કલાકે ભૈરવનાથ ચોક, ૮૦ ફૂટ રોડ શરૂ થઇ સોમનાથ પહોંચશે, તેમજ રાત્રીનાં સાંસ્કૃતિક કાર્યક્રમો, સવારના ૧૧ થી ૧ર દરમ્યાન મંદિર પરિસરમાં બ્રાહ્મણો દ્વારા વેદગાન, મ્યુઝીકલ-થેરાપી સંગીતમય મહામૃત્યુંજય મંત્રથી સંગીતનાં ૧૧ રાત્રો દ્વારા ૧પ થી વધુ રોગોનું નિરાકરણ અંગેની માહિતી લાઇવ પ્રોગ્રામ દ્વાા આપવામાં આવશે સમય સવારનાં ૯ થી ૬ નયન વૈષ્ણવ જુનાગઢ અને તેમની ટીમ દ્વારા તેમજ સરકાર દ્વારા શિવરાત્રી નિમિત્તે લક્ષ્મણભાઇ સાદીયા દ્વારા લોકડાયરો, વિપુલ ત્રિવેદી ભકિત સંગીત, જુનાગઢ, સલીલ મેતા ભકિત સંગીત અમદાવાદ, શ્રી કીર્તિબેન સહાય શિવવંદન, ભજન-ગીત હંશધ્વજા ગ્રુપ -વડોદરા આ તમામ કાર્યક્રમો ૬ થી પ્રારંભ થશે.

શિવરાત્રીના વિશાળ માનવ મહેરામણને ધ્યાને રાખી અને સધન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જેમાં એસ.આર.પી. પોલીસ, જી.આઇ.ડી.અને સોમનાથ ટ્રસ્ટની સેકયુરીટી અનપડે પગે રહેશે. તેમજ વિવિધ સેવાભાવી લોકો દ્વારા ફરાળની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આજે શ્રી સોમનાથ મહાદેવના દર્શને ભાવિકોની ભીડ જામી છે. વેરાવળ સોમનાથ સુત્રાપાડા વિસ્તારમાં ર૦૦ થી વધારે મંદિરમાં મહાશિવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. સવાર થી મોડી રાત સુધી અનેક ધાર્મિ કાર્યક્રમો યોજાશે.

વેરાવળ બિલેશ્વર મહાદેવ, તપેશ્વર મહાદેવ, જાગનાથ, બ્રહ્મકુંડ, ભીડીયા ભીડ ભજન મહાદેવ તેમજ સુત્રાપાડા, પ્રાંચી સહિતના વિસ્તારોમાં વહેલી સવારે મંદિરમાં પુજન, અર્ચન, અભિષેક સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયેલ છે.

(11:39 am IST)