News of Tuesday, 13th February 2018

કલાનો પ્રાણ સંવેદના છે સંવેદના જાગે તો શ્રેષ્ઠ કલાકૃતિનું સર્જનઃ નરોતમ પલાણ

પોરબંદરમાં એડીશ્નલ કલેકટર મહેશ જોષીના એબસર્ડ ચિત્રોનું પ્રદર્શન

પોરબંદર તા. ૧૩ :.. એડીશનલ કલેકટર અને એડીદાનલ ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ મહેશભાઇ જોષીનું એબ્સર્ડ ચિત્ર કલાક પ્રદર્શન રાજવી નટવરસિંહજી આર્ટ ગેલેરીમાં આર્ટ એકઝીબીશનને રીબીન કાપી મંગલદીપ પ્રગટાવીને પોરબંદરના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયાએ સાહિત્યકાર નરોતમ પલાણ, પ.પૂ. શાસ્ત્રી ભાનુપ્રકાશદાસજી, કલેકટર અશોક કાલરિયા, કવિ. ડો. જયેન્દ્ર કારીયા, મહેશભાઇ જોષીની ઉપસ્થિતીમાં ખુલ્લું મુકયું  હતું.

તેમણે ભારતીય ચિત્રકલાના ઉપાસકો અને સર્જકો પોરબંદરની માટીમાંથી પેદા થયા છે. ત્યારે એક અધિકારીને કલાના પ્રદર્શન ની પ્રેરણા પોરબંદરથી મળે તે સરાહનીય છે.

સાહિત્યકાર નરોતમ પલાણે જણાવ્યું હતું કે પોરબંદરને કલા પ્રેમી અધિકારીઓ મળ્યા છે જે પોરબંદર માટે ગૌરવરૂપ છે રાજવી નટવરસિંહજીએ ચિત્રકલા, સંગીત, સાહિત્ય નૃત્યકલાને પ્રોત્સાહન આપી જીવંત રાખી હતી. આજની યુવા પેઢી આગળ આવીને કલાપ્રવૃતિને જીવંત રાખી છે. કલાનો પ્રાણ સંવેદના છે સંવેદના જાગે તો શ્રેષ્ઠકૃતિનું સર્જન થાય છે. તેનું ઉત્તમ ઉદાહરણ મહેશભાઇ જોષીના એર્બ્સડ ચિત્રો છે.

જિલ્લા કલેકટર અશોકભાઇ કાલરીયાએ પોતાના નાનપણના સંસ્મરણો વાગોળી જણાવ્યું હતું કે નાનાપણમાં નકારાત્મક પ્રેરણા મળે તો કલા સર્જન થતું નથી પણ હકારાત્મક પ્રેરણા મળેતા કલાનું સર્જન થાય છે. માટે કવિ ડો. જયેન્દ્ર કારીયાએ આજની યુવા પેઢીને એક નવા પ્રકારની ચિત્રકલાનો નમૂનો મળે છે નવી પેઢી સાથે અધિકારીના ચિત્રો તાલ મેલાવે છે તેમ જણાવેલ હતું.

એડીશ્નલ કલેકટર મહેશભાઇ જોષીએ જણાવ્યું હતું કે, આ ચિત્રકલા પ્રદર્શનની પ્રેરણા મને પોરબંદરના કલાપ્રેમીઓ દ્વારા મળી છે આથી હું પોરબંદરનો ઋણી છું. દરેક વ્યકિતની અંદર કલા સર્જન કુદરતી મુકેલ છે. 

આ પ્રસંગે શહેરના પ્રતિષ્ઠીત શ્રેષ્ઠીઓ શ્રી ભરતભાઇ ઓડેદરા, ભરતભાઇ ગઢવી, ભરતભાઇ રાજાણી, હર્ષિતભાઇ રૂઘાણી, ડો. સુરેયા શાહ, ડો. નીતાબેન વોરા, ડો. ઇશ્વરભાઇ ભરડા, પ્રી પી. એમ. જોષી, ડો. જનક પંડિત કટાર લેખિકા ડો. મીતાબેન થાનકી, વર્ષાબેન ગજ્જર, શ્રી હીરલબા જાડેજાએ આ અધિકારીની કલા સાધનોને બિરદાવી હતી. પ્રારંભમાં સંસ્કૃત પાઠ શાળાના ઋષિકુમારોએ વેદત્રશ્ચાનું ગાન કર્યુ હતું. ઇનોવેટીવ ગ્રુપના પ્રમુખ બલરાજ પાડલીયાએ આર્ટ ગેલેરી અને ચિત્રકલાની પૂર્વ ભૂમિકા આપી સૌને આવકાર્ય હતા. કાર્યક્રમનું સંચાલન ઉદઘોષક શ્રી નીરવ ભટ્ટે સંભાળ્યું હતું. આભારવિધ ઇનોવેટીવ ગ્રુપના શ્રી આર. આર. પરમારે કરી હતી. શૈલેષ પરમાર, કેયુર જોષી, પોરીયાભાઇ સહિતના યુવા ગ્રુપના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

ચિત્રકલાની અનોખી શૈલીમાં અભિવ્યકત એબ્સર્ડ ચિત્રકલાનું અદ્ભુત પ્રદર્શન નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે તા. ૧૯ સુધી સવારે ૯ થી ૧ર અને સાંજે ૪ થી ૮ નિહાળી શકાશે તેમ ઇનોવેટીવ ગ્રુપના પ્રમુખશ્રી બલરાજ પાડલીયા તથા મંત્રીશ્રી શૈલેષ પરમાર દ્વારા યાદીમાં જણાવાયું છે.

(11:35 am IST)
  • શ્રીનગરના કરન નગર વિસ્તારના બિલ્ડીંગમાં છુપાયેલા ત્રાસવાદીઓ અને સલામતી દળો વચ્ચે સવારથી ફરી એન્કાઉન્ટર શરૂ : જમ્મુના રાઈપુર દોમાના વિસ્તારમાં સલામતી દળો દ્વારા સર્ચ ઓપરેશન પૂરજોશમાં ચાલુ : હેલીકોપ્ટરની મદદ લેવાઈ access_time 11:38 am IST

  • ત્રિપુરામાં ચૂંટણી પ્રચાર બાદ દક્ષિણનો કિલ્લો કર્ણાટકમાં વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહ ઘૂમી વળશે :કોંગ્રેસ પાસેથી કર્ણાટક છીનવવા કરશે કવાયત :મોદી અને શાહના કરિશ્માથી પ્રચાર અભિયાન આગળ ધપાવી કર્ણાટક કરશે કબ્જે access_time 11:26 pm IST

  • આલેલે!! વસુંધરાએ બોલેલું ફેરવી તોળ્યુ!! : ''અભી બોલો અભી ફોક'' : ગઈકાલે બજેટમાં ખેડૂતોના ૮ હજાર કરોડના દેવા માફ કરવાની જોગવાઈનો અમલ થશે જ તેવી કોઈ ગેરંટી નથી : જુદી જુદી જોગવાઈઓના સંપૂર્ણ અમલમાંથી રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેની પીછેહટ access_time 4:16 pm IST