Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

વિંછીયાના શિક્ષકનું સન્માન

વિંછીયાઃ જિલ્લા તાલીમ અને શિક્ષણ ભવન-રાજકોટ દ્વારા જિલ્લા કક્ષાનો એજયુકેશનલ ઇનોવેશન ગ્રીન ફાર્મ સ્કુલ, ત્રંબા ખાતે યોજાયો હતો. જેમાં જીલ્લામાંથી ભાગ લેનાર પ૭ પ્રાથમીક અને માધ્યમિક શાળાના શિક્ષકો માટે એમ.બી.અજમેરા હાઇસ્કુલ-વિંછીયાના શિક્ષક સંજયભાઇ કોરિયાએ પણ ઇનોવેટીવ કૃતિ 'અંગ્રેજી ભાષામાં આઇસીટીની અસરકારતા' રજુ કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. સફળતા બદલ શાળાના આચાર્ય બળવંતસિંહ પરમારે સન્માનિત કરી બિરદાવ્યા હતા. તે પ્રસંગની તસ્વીર

(11:53 am IST)