Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ગીર-સોમનાથ જિલ્લામાં લોક અદાલતમાં ૬૯૫ કેસોનો નિકાલ

ગીર-સોમનાથ તા. ૧૩ : ગીર-સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પુરા થાય તે માટે પ્રિ-લીટીગેશન કેસો તથા પેન્ડીંગ કેસો માટે તાજેતરમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.   જે અંતર્ગત રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દીલ્હી અને ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ લોક અદાલતમાં ૬૯૫ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ચેક રિર્ટન, બેંક લેણા, વાહન અકસ્માત, લેબર, વીજબીલ ને લગતા કેસ, પાણી બીલને લગતા કેસ, સર્વિસ મેટર, લગ્ન સબંધી, જમીન સંપાદનને લગતા કેસો મુકવામાં આવેલ હતા.

જેમાં બંને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થતા પ્રિ-લીટીગેશન કેસો ૩૧૬, પેન્ડીંગ કેસો ૨૪૭ અને સ્પેશીયલ સીટીંગમાં કેસો ૧૩૨ મળી કુલ ૬૯૫ કેસોનો નિકાલ કરાયો છે. તેમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં સેક્રેટરીશ્રી એ.એમ.પાટડીયાની યાદીમાં જણાવાયું છે.

(11:23 am IST)