Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

મોરબીના આરોગ્ય કર્મચારીઓના પ્રશ્ને આવેદન

મોરબી :  આરોગ્ય કર્મચારી મહાસંદ્ય મોરબી (સૂચિત) દ્વારા કલેકટર ડીડીઓ આરોગ્ય અધિકારીઓોને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંદ્ય ગાંધીનગરના નેતૃત્વ હેઠળ ગત તા. ૨૭-૦૨-૧૯ ના અને ૨૫-૧૨-૧૯ ના રાજયવ્યાપી આંદોલન દરમિયાન જડબેસલાક કાર્યક્રમ આપી લડત આપવામાં આવતા સરકારે પડતર પ્રશ્નોનું તબક્કાવાર નિરાકરણ લાવવા સમાધાન મુજબ નિરાકરણ લાવવા લેખિત ખાતરી આપી હતી પરંતુ પ્રશ્નો ઉકેલાયા નથી જેથી ગુજરાત સરકાર આરોગ્ય કર્મચારી મહાસંઘની દેવભૂમિ દ્વારકા ખાતે થયેલ કારોબારીમાં ચર્ચા વિચારણા બાદ સર્વ સંમતીથી નિર્ણય લેવાયો છે કે સરકારને ફરીથી આંદોલનના કાર્યક્રમો આપી આરપારની લડત આપવામાં આવશે અને જયાં સુધી તમામ પડતર પ્રશ્નોના ઉકેલ ના આવે ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે. આવેદન આપતી વેળાએ આરોગ્ય કર્મચારી મહાસંદ્યના પ્રમુખ દિલીપ દલસાણીયા, મુખ્ય કન્વીનર તોફીફ બેલીમ અને મહામંત્રી દીપક કૈલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આવેદન આપ્યું તે તસ્વીર.

(12:06 pm IST)