Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

વિંછીયામાં કુંવરજીભાઇના હસ્તે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

 જસદણ :  કોવિડની મહામારી બાદ વિછિંયાની શ્રી એમ.બી.અજમેરા હાઇસ્કુલ અને ધોળકિયા એચ.પી.કે. હાયર સેકન્ડરી સ્કુલ પુનઃ શરૂ થતાં વિદ્યાર્થીઓના આવકાર અને સ્વાગત કાર્યક્રમ પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અજમેરા હાઇસ્કુલમાં ધો.૧૦ માં ૩૯૯ અને ધો.૧૨ માં ૨૧૯ વિદ્યાર્થીઓ તથા ધોળકિયા સ્કુલમાં ધો.૧૦ માં ૨૪૭ અને ધો.૧૦ માં ૧૫૬ વિદ્યાર્થીઓ શાળામાં શરૂ થયેલા પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્યમાં જોડાયા હતા. આ પ્રસંગે મંત્રી બાવળિયાએ શાળામાં વિદ્યાર્થીઓને આવકારતાં કહયું હતું કે આજના આધુનિક યુગમાં શિક્ષણ-ટેકનોલોજીનું ખૂબ જ મહત્વ છે. બાળપણથી જ જો પાયો મજબુત થશે તો આગળ જતાં ઇમારત પણ મજબુત થશે. શિક્ષણ ઉપરાંત રમત-ગમતની પ્રવૃત્ત્િ।માં પણ વિદ્યાર્થીઓને ભાગ લેવા અનુરોધ કરી તેમણે ઉપસ્થિત શિક્ષકોને પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમના અભ્યાસ ઉપરાંતનું જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપવા જણાવ્યું હતુ.  આ પ્રસંગે આચાર્ય એમ.બી.અજમેરા, ડી.ઈ.ઓ. કચેરીના એ.ઇ.ઓ. એ.આઇ.પરમાર, કન્વીનર સૌમેયા, અગ્રણી વિમલભાઇ ત્રિવેદી, ભરતસિંહ રાઠોડ, રસિકભાઇ મુંજપરા, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.નવા શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો તે તસ્વીર.(તસ્વીર : ધર્મેશ કલ્યાણી, જસદણ)

(12:05 pm IST)