Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કવાડીયાએ માં ચામુંડાને શિષ ઝૂકાવી પ્રવાસના શ્રી ગણેશ કર્યા

ચોટીલા : પ્રદેશ ભાજપમાં ઉપ પ્રમુખની જવાબદારી સોપાયા બાદ જયંતીભાઇ કવાડીયાએ રવીવારે ચોટીલા ચામુંડા માતાજીનાં દર્શન કરી મહંત પરિવારનાં આશિર્વાદ મેળવી પ્રવાસનાં શ્રીગણેશ કર્યા હતા. ચૂંટણીનાં પડઘમ વગતા રાજકિય પક્ષોમાં ગરમાવો વ્યાપેલ છે ત્યારે હાલમાં થયેલ પ્રદેશ ભાજપના માળખામાં ઉપ પ્રમુખની જવાબદારી સોપાયા બાદ પૂર્વ પંચાયત મંત્રી જયંંતીભાઇ કવાડીયાએ ચોટીલા અને મૂળી ની ઉડતી મુલાકાત લીધેલ હતી.જેઓ તળેટી ખાતે નીચે આવેલ ચામુંડા માતાજી મઢ ખાતે દર્શન કરી શિષ જુકાવી પ્રાર્થના કરેલ, મહંત પરિવારના ગાદી ઉપરના પુજારીએ ચુંદડી ઓઢાડી ચાંદલો કરી આશિર્વાદ પાઠવેલ હતા. પ્રદેશ ઉપ પ્રમુખનું ચોટીલા અને થાનગઢ તાલુકાનાં ભાજપ આગેવાન હિતેન્દ્રસિંહ ચૌહાણ, જીતુભાઇ પુજારા, જે. જે. ખાચર, બીનાબેન ડોડીયા, જીજ્ઞેશ પરાલીયા, પ્રતાપભાઇ ખાચર, કરશન સભાડ, લખાભાઇ ભરવાડ, વજાભાઇ મીસ્ત્રી વસંતગીરી ગોસાઇ સાથે પાલિકા સદસ્યો, સરપંચો, અને કાર્યકર્તાઓએ પંચાળની ભરત વાળ બંડી પહેરાવી, તલવાર અર્પણ કરી, પૂષ્પમાલા સાથે સ્વાગત કરાયેલ મૂળી ભાજપ કાર્યાલય ની મુલાકાત સમયે મોમેન્ટ અર્પી સન્માનિત કરેલ મૂળી ભાજપ કાર્યાલય ખાતે પણ મુલાકાત લીધી હતી આ તકે હરદેવસિંહ પરમાર, બ્રિજરાજસિંહ સહિતનાં અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ હતા.ચોટીલા થાનગઢ મૂળી તાલુકાના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી સ્થાનિક વર્તમાન રાજકિય પરિસ્થિતિનો ચિતાર મેળવેલ અને આગામી ચૂંટણી માટે દરેકને કામે લાગી જવા તાકીદ કરી હતી.(તસ્વીરો : હેમલ શાહ)

(12:01 pm IST)