News of Saturday, 13th January 2018

કચ્‍છમાં દેશના પ્રથમ ખારેક સંશોધન કેન્‍દ્રનું તા. ૧૭ના લોકાર્પણ કરાશે

કચ્છ: કચ્છના ખેડૂતો માટે એક આનંદના સમાચાર છે કે કચ્છના ખેડૂતો મિત્રોઉપયોગ કરી શકશે ઈઝરાઈલની ટેકનોલોજી.. ઇઝરાયેલ સરકારના સહયોગથી ભારતના પ્રથમ ખારેક સંશોધન કેન્દ્ર માટે સરકારે કચ્છ જિલ્લાની પસંદગી કરી છે.

ભુજના લાખોંદ રોડ નજીક 10 એકરના વિશાળ ખારેક સંશોધન કેન્દ્ર નિર્માણ પામ્યું છે. ઇન્ડો ઇઝરાયેલ પ્રોજેક્ટ અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે ઉભુ થયેલા સંશોધન કેન્દ્રનું તા. 17 ના  ઇઝરાયેલ અને ભારતના વડાપ્રધાન લોકર્પણ કરશે તેમ જાણવા મળેલ છે.

(12:20 am IST)
  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:41 pm IST

  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST