Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

કથા સાંભળી નાંખવાની નથી, પરંતુ સાંભળીને રાખવાની છેઃ પૂ. રમેશભાઈ ઓઝા

અમરેલી ખાતે આયોજીત ભાગવત કથામાં ઉમટતા ભાવિકો

જૂનાગઢ-અમરેલી, તા. ૧૩ :. અમરેલી શ્રીમદ્દ ભાગવત કથા અંતર્ગત પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા કહેવામાં આવ્યું આપ વહા નહી હૈ, જહાં આપકા તન હૈ, આપ વહા હૈ, જહા આપકા મન હૈ...કાલે ચર્ચા કરી એમ ભગવાન કાળ સમય પરિછિન્ન નથી એમ કથા પણ ભગવદરૂપ જ છે. એટલે કૃષ્ણની કથા સાંભળતા આપણે ગોકુળ જા હોઈએ, દ્વારકામાં જ હોઈએ છીએ, એટલે રામચરિતમાં કહ્ના તાત સુનહુ સાદર મન ભાઈમન દઈને ભગવાનની કથા સાંભળો.. અરે ! મનથી નહી તો તન લઈને એકવાર કથામાં આવો.. મન તો એ આપોઆપ જ લઈ લેશે. આપણુ મન માખણ છે. જે ચિતચોર લઈ લેશે.

પૂ. રમેશભાઈ ઓઝાએ કહ્ના કે, વિધિ-નિષેધમય છે. દાન કરવુ વિધિરૂપ ધર્મ છે. ચોરી ન કરવી - નિષેધમય ધર્મ. જેમ શરીરમાં બ્લડ સકર્યુલેશન થતુ રહે તો આપણે સ્વસ્થ રહીએ એમ મની સકર્યુલેશન પણ જરૂરી છે. શું કરવુ જાઈએ એ રામાયણથી શીખવાનું છે. શું ન કરવુ એ મહાભારતથી શીખવાનું છે.

પૂ.રમેશભાઇ ઓઝાએ કહ્ના કે એકવાર બહુ જુની વાત છે પેલા કથા કરવા જતા તો ગાંધીધામથી ગાડી કરીને જતા તો મોટરમાં બેઠા,એમાં એ ડ્રાઇવર મંદિર આવે, ને હોર્ન વગાડે એટલે પૂછયું કે મંદિર આવેને હોર્ન કેમ વગાડી છે? એટલે કહ્નાં, ‘‘વગાડવો, પડે નહીતર એકિસડટ થાય એ બીકના લીધે હોર્ન વગાડતોતો એમ ભગવાનને બીકથી ભજનારા ઘણા છે. પ્રેમથી ભજનારા કેટલા?

કથાએ પેલા મનમાં ઉતરે પછી હદયમાં અને વ્યવહારમાં ઉતરેએજ ભગવાનનો અવતાર આ રીતેનો વ્યવહાર થશે, તો આખુ જગત ‘‘સીયરામમય સબ જગ જાની’’એ રીતે ભગવાન જ દેખાશે. ભાગવત, એટલે ભક્ત, એટલે જ ભાગવત સાંભળવાનું છે કે આપણે બધા ભાગવત થઇએ એટલે કથા સાભળી નાખવાની નથી સાંભળીને રાખવાની છે તેમ અંતમાં પૂ. રમેશભાઇ ઓઝાએ કહ્ના હતુ.(૨-૧૬)

 

(2:53 pm IST)