Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

સોમવારે વિજયભાઇ સોમનાથ મહાદેવના દર્શને

ગીર સોમનાથ તા. ૧૩ :.. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ બીજીવાર રાજયની ધુરા સંભાળ્યા બાદ તા. ૧પ-૧-૧૮ નાં રોજ ભારત વર્ષના આસ્થા કેન્દ્ર પ્રભાસ - પાટણ સ્થિત સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવશે.

મુખ્યમંત્રીશ્રી તા. ૧પ ના રોજ સવારે ૯.પ૦ કલાકે સોમનાથ હેલીપેડ ખાતે ઉતરાણ  કરી સોમનાથ મંદિર ખાતે પુજા-દર્શન કરશે. મુખ્યમંત્રીશ્રીના આ કાર્યક્રમ સંદર્ભે કલેકટર કચેરી વેરાવળ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. જેમાં પોલીસ-બંદોબસ્ત, દર્શન-પૂજા વ્યવસ્થા ટ્રાફીક નીયમન સંદર્ભે  સબંધિત અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી.

(2:14 pm IST)