Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

લીંબડી પાસે લૂંટનો આરોપી ઝડપાયો

લીંબડી તાલુકાના ચોરણિયા ગામ નજીક આવેલ પેટ્રોલ પમ્પ પાસે ફરિયાદી શંકરભાઇ વજુભાઇ મકવાણા કોળી રહે. ગોસળ તા. સાયલા હાલ રહે. થાનગઢ ને આંતરીને ૬ અજાણ્યા આરોપીઓએ સોનાની ચેઇન, પ્લેટીના મોટર સાયકલ, મોબાઈલ ફોન તથા રોકડ રકમની લૂંટ ચલાવેલ હતી. જે મુજબની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ હતી. જેની તપાસ લીંબડી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. .આ લૂંટના ગુન્હાની તપાસ દરમિયાન લીંબડી પોલીસ દ્વારા આરોપીઓ ઘનશ્યામભાઈ ઉર્ફે ગુલો ડાયાભાઇ ઝીંઝૂવાડિયા ચુ.કોળી ઉવ. ૪૦, દેવજી ઉર્ફે દેવરાજ ઉર્ફે દેવો ડાયાભાઇ ઝીંઝૂવાડિયા ચુ.કોળી ઉવ. ૨૫, રહે. બંને ચોરણીયા તા. લીંબડી જી. સુરેન્દ્રનગર, રાજેશ ઉર્ફે રાજુ પ્રભાતભાઈ બારડ ઉવ. ૨૩ રહે. કટારીયા તા. લીંબડી જી. સુરેન્દ્રનગર, રમેશભાઈ જગશીભાઈ ઉકડીયા રહે. કોરડા તથા શંભુભાઈ ભાવુભાઈ ગોગડીયા રહે. આંબા તા. ધોળકા જી. અમદાવાદને પકડી પાડી, ધોરણસર અટક કરી, નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતું.

આ ગુન્હામાં આરોપી ગંગારામભાઈ દેવજીભાઈ ગામી કોળી ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા હતા અને આ આરોપીની અવારનવાર તપાસ કરવા છતાં મળી આવતા ના હતા અને પોતાની ધરપકડ કરવા નાસતા ફરતા હતા.હાલમાં વોન્ટેડ આરોપીઓને પકડવાની ઝૂબેશના ભાગરૂપે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લીંબડી પી.એસ.આઈ. પ્રમોદસિંહ જાડેજા તથા સ્ટાફના હે.કો. નંદલાલ, ઇન્દ્રસિંહ, દશરથસિંહ, ખુશાલભાઈ, સહિતની ટીમ દ્વારા બાતમી આધારે આરોપીની તપાસમાં ચોરણીયા ગામે ઓચિંતાનો છાપો મારવામાં આવતા, આરોપી ગંગારામભાઈ દેવજીભાઈ ગામી કોળી ઉવ. ૬૦ રહે. ચોરણીયા તા.લીંબડી જી. સુરેન્દ્રનગરને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે.આમ, લીંબડીઙ્ગ પોલીસ દ્વારા છેલ્લા ૮ માસ જેટલા સમયથી નાસતા ફરતા લૂંટના ગુન્હાના આરોપીની ધરપકડ કરેલ છે.(૨૧.૨૦)

(1:04 pm IST)