Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ધોરાજીની મોતીનગર સોસાયટીમાં ૧૦-૧૦ જગ્યાએથી પાણી લીકેજ થતા પાણીનો બગાડ !!

૧૦ દિવસમાં લીકેજ રીપેર ન થાય તો ઉપવાસ આંદોલનનું અલ્ટીમેટમ

ધોરાજી તા. ૧૩ : આવકાર નગરની બાજુમાં આવેલ ખોડીયાર નગર સોસાયટી સહિતના આગળના વિસ્તારોમાં ર માસથી પાલીકાનું પાણી સાવ ઓછુ અને ફોર્સની ન આવતા આ અંગે નગરપાલીકાના ચીફ ઓફીસર અને ડે.કલેકટરને રૂબરૂ તા.ર૮/૧ર અને ર/૧ ના રજુઆતો કરેલ અને કોઇ કાર્યવાહી ન કરતા અન આ વિસ્તારના લોકોએ જીલ્લા કલેકટર અને મુખ્ય મંત્રીને લેખીત રજુઆતો કરેલ છે

આ વિસ્તારોમાં ભૂર્ગભ ગટર અને રોડ રસ્તાના કામોને લીધે પાણી મેઇન પાઇપ લાઇનો ૧૦ જગ્યાએથી લીકેજ છે અને અમુલ્ય પાણી વેડફાય છે અનેક રજુઆતો બાદ જો આ લીકેજથી મોટા ખાડાઓ પાણીના ભરાય છે અને રફી આજ ગંદુપાણી પાણીની લાઇનોમાં જાય અને પીવામાં ઉપયોગ લેવાય જેથી રોગચાળો ફાટે અને પાણીભરેલા ખાડોઓમા કોઇ અકસ્માતો કે નાના બાળકો પડે તો કોઇ જાનહાની પણ થઇ શકે તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલીકા અને ડે.કલેકટરની રહેશે.

આ તકે લતાવાસીઓએ જણાવેલ કે ૧૦ દિવસમાં પાણીનો બગાડ અને લીકેજ રીપેરીંગ કરવામાંં નહી આવે તો આ વિસ્તારના લોકો વહીવટદાર એવા ડે.કલેકટર ઓફીસે ઉપવાસ ઉપર બેસી જશે એમ અશ્વીનભાઇ કાછડીયાની યાદીમાં જણાવેલ છે.

(12:08 pm IST)